Hymn No. 9225
અમારી શરાફતથી તમે ખેલ ના ખેલો
amārī śarāphatathī tamē khēla nā khēlō
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18712
અમારી શરાફતથી તમે ખેલ ના ખેલો
અમારી શરાફતથી તમે ખેલ ના ખેલો,
ખેલ એ તો ખરાખરીનો થઈ જાશે
ના અમને મામૂલી એવા સમજો,
ના શરાફતને તમે તો તોલો
તોલવામાં ને તોલવામાં જોજો ત્રાજવું,
એ અમારી તરફ ઝૂકી જાશે
પડકારી જ્યાં તમે શરાફતને અમારી,
તમે મુક્ત એમાંથી ના રહી શકશો
વસાવ્યા જ્યાં નયનોમાં અમે, તમને, દીધો છે હૈયામાં,
જ્યાં વાસ તમને, હવે શરાફતથી રહેજો
છો અનેક રૂપધારી ભલે તમે, લઈને બેઠા છીએ,
એમાં દિલ એક તો અમે, ભલે થઈ જાય ખેલ એક અને અનેકનો
ગણો કે ના ગણો ભલે મને ભક્ત તમારો,
પ્રભુ સમજીને તમને અમે તમારી ભક્તિનો છેડો એમાં છોડવાના
અમારા પ્રેમ વિના રાખ્યા નથી તમને અમે,
તારા પ્રેમ વિના ના રાખજો એમાં તો અમને
કરજે તું પ્રેમ અમને, છે નજર અમારા પર તારી, નવાઈ એમાં શું છે
તને જોયા વિના, તને સમજ્યા વિના, કરીએ છીએ પ્રેમ અમે,
ભલે જોવરાવી જન્મોજનમથી રાહ તેં અમને,
અરે જોવરાવી નથી રાહ કાંઈ અમે તો તને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અમારી શરાફતથી તમે ખેલ ના ખેલો,
ખેલ એ તો ખરાખરીનો થઈ જાશે
ના અમને મામૂલી એવા સમજો,
ના શરાફતને તમે તો તોલો
તોલવામાં ને તોલવામાં જોજો ત્રાજવું,
એ અમારી તરફ ઝૂકી જાશે
પડકારી જ્યાં તમે શરાફતને અમારી,
તમે મુક્ત એમાંથી ના રહી શકશો
વસાવ્યા જ્યાં નયનોમાં અમે, તમને, દીધો છે હૈયામાં,
જ્યાં વાસ તમને, હવે શરાફતથી રહેજો
છો અનેક રૂપધારી ભલે તમે, લઈને બેઠા છીએ,
એમાં દિલ એક તો અમે, ભલે થઈ જાય ખેલ એક અને અનેકનો
ગણો કે ના ગણો ભલે મને ભક્ત તમારો,
પ્રભુ સમજીને તમને અમે તમારી ભક્તિનો છેડો એમાં છોડવાના
અમારા પ્રેમ વિના રાખ્યા નથી તમને અમે,
તારા પ્રેમ વિના ના રાખજો એમાં તો અમને
કરજે તું પ્રેમ અમને, છે નજર અમારા પર તારી, નવાઈ એમાં શું છે
તને જોયા વિના, તને સમજ્યા વિના, કરીએ છીએ પ્રેમ અમે,
ભલે જોવરાવી જન્મોજનમથી રાહ તેં અમને,
અરે જોવરાવી નથી રાહ કાંઈ અમે તો તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amārī śarāphatathī tamē khēla nā khēlō,
khēla ē tō kharākharīnō thaī jāśē
nā amanē māmūlī ēvā samajō,
nā śarāphatanē tamē tō tōlō
tōlavāmāṁ nē tōlavāmāṁ jōjō trājavuṁ,
ē amārī tarapha jhūkī jāśē
paḍakārī jyāṁ tamē śarāphatanē amārī,
tamē mukta ēmāṁthī nā rahī śakaśō
vasāvyā jyāṁ nayanōmāṁ amē, tamanē, dīdhō chē haiyāmāṁ,
jyāṁ vāsa tamanē, havē śarāphatathī rahējō
chō anēka rūpadhārī bhalē tamē, laīnē bēṭhā chīē,
ēmāṁ dila ēka tō amē, bhalē thaī jāya khēla ēka anē anēkanō
gaṇō kē nā gaṇō bhalē manē bhakta tamārō,
prabhu samajīnē tamanē amē tamārī bhaktinō chēḍō ēmāṁ chōḍavānā
amārā prēma vinā rākhyā nathī tamanē amē,
tārā prēma vinā nā rākhajō ēmāṁ tō amanē
karajē tuṁ prēma amanē, chē najara amārā para tārī, navāī ēmāṁ śuṁ chē
tanē jōyā vinā, tanē samajyā vinā, karīē chīē prēma amē,
bhalē jōvarāvī janmōjanamathī rāha tēṁ amanē,
arē jōvarāvī nathī rāha kāṁī amē tō tanē
|