|
View Original |
|
છૂપાવ્યું દુઃખ ઘણુંઘણું
એક વાત માનજો મારી, દુઃખ હવે છૂપાવશો ના અમારાથી
દુઃખ છે એ વાતનું ગણ્યા અમને પારકા, પારકા રાખશો નહીં
નિરાશા ને આશા છે જીવનનાં બે પલ્લાં, તણાઈ એમાં જાશો નહીં
શુકન કે અપશુકન જીવનમાં તો, એના ગણવા બેસાશે નહીં
દિલમાં દર્દ સમાશે નહીં, ઊભરાયા વિના એ રહેશે નહીં
દર્દને તમે છૂપાવવાની કોશિશ કરશો, એ છુપાશે નહીં
આંખો તમારાં દર્દનો ઇઝહાર કર્યાં વગર રહેશે નહીં
સમજી જાશો સાચી સમજને, દુઃખદર્દ હૈયામાં ત્યાં ટકશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)