|
View Original |
|
કુંજ કુંજ ને મધુવનની ગલીઓમાં મચી ગયો છે શોર
ક્યાં ગયો ક્યાં ગયો કાનુડો અમારો ચિત્તડાંનો ચોર
પનઘટની વાટ વાટ ને ઘાટ ઘાટ ગયા છે સૂના પડી
મળશે જોવા પાછી કાનુડાની કીકીઓ કામણગારી
ચકળવકળ બાવરી આંખોથી સહુ શોધે છે કાનુડો
દિલમાં રમતો ચિત્ત ચોરતો એ જશોદાનો લાલો
નજરેનજરમાં ભરી છે વિનંતી નંદકિશોર આવો
છોડી ગોકુળ, છોડી અમને તમે, હવે ના જાઓ
અક્રૂરજી નથી તમે ક્રૂર, શાને આજ તો તમે ક્રૂર બનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)