|
View Original |
|
એક દિવસ તો પ્રભુ પાસે તો છે સહુએ પહોંચવાનું
દેવા શું જવાબ એ તો તારે ને તારે તો છે વિચારવાનું
કર્યાં કેટલાં પાપ ને પુણ્ય, હિસાબ તારે તો છે બતાવવાનો
કરી કેટલાને સહાય કર્યા હૈરાન કેટલાને પડશે એ કહેવાનું
ચાલ્યો સત્ય કે અસત્યના પથ પર, ભલે જાણે એ પડશે જણાવવું
તણાયો કેટલી વાર સ્વાર્થમાં, રહ્યો કેટલી વાર નિઃસ્વાર્થ પડશે દેખાડવું
ચાલશે ના બડાશ તારી, ચાલશે ના એની પાસે જૂઠાણું
છે હિસાબ એની પાસે બધો તારો વળશે ના કાંઈ છૂપાવવું
ના આવશે ત્યાં કાંઈ બીજું, તારો જ હિસાબ તારે જ છે ખોલવાનો
પામશે અચરજ તું ત્યાં જણાવ્યા વિના કેમ એણે જાણ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)