|
View Original |
|
કર્મના રે કીચડમાંથી ખીલવજો રે પ્રભુ જીવનકમળ અમારું
જીવન ઝંઝાવાતોમાં પણ ભૂલીએ ના, જીવનમાં સ્મરણ તમારું
કર્મો ભોગવવા ને કરવાં કર્મો, દીધું તે અમને માનવ ખોળિયું
રહી રહીને એમાં, ભૂલીએ ના અમે, તમારા દિલમાં છે વસવું
કરકમલને રાખીએ વ્યસ્ત એવાં, કરાવી કર્મો પહોંચાડ દ્વારે તારું
સ્થાપીએ મૂર્તિ તમારી હૃદયકમળમાં, કરીએ નિત્ય સ્મરણ તમારું
કરીએ નિત્ય સેવા ચરણકમળની તમારી, રહે એમાં ચિત્ત અમારું
નયનકમળમાંથી હટો ના તમે કદી, થાય સ્મરણ એવું તમારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)