Hymn No. 9473
શું સુખ જોયું તેં, શું સુખ મેળવ્યું
śuṁ sukha jōyuṁ tēṁ, śuṁ sukha mēlavyuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18960
શું સુખ જોયું તેં, શું સુખ મેળવ્યું
શું સુખ જોયું તેં, શું સુખ મેળવ્યું
હતા રસ્તા જીવનના ખુલ્લા બધા, હાથમાં કેટલું આવ્યું
માન્યું સુખ જગમાં જેમાં તેં એ તો દૂર ને દૂર તારાથી રહ્યું
ઇચ્છાઓ ને ઇચ્છાઓ રહી જાગતી, સુખે રૂપ જંગમાં બદલ્યું
મથ્યો મેળવવા સુખ સપનામાં, એ તો આભાસી ને આભાસી રહ્યું
દુઃખેદુઃખે વીંધ્યું દિલને, સુખ ના એમાં તો વસી શક્યું
મન જ્યાં સ્થિર ના રહ્યું, મને માનેલું સુખ સ્થિર ના રહ્યું
હકીકત ના બદલી કે સ્વીકારી શક્યો, સુખ દૂર ને દૂર રહ્યું
દુઃખનાં મોજાં ઊછળતાં રહ્યાં હૈયે, સુખ એમાં ઊછળતું રહ્યું
અગાધ એવા આ સંસારમાં, સ્થાયી સુખનું ઝરણું ના મળ્યું
સ્થાયી હતા પ્રભુ, જીવનમાં ના સ્થાયી ભક્તિનું બિંદુ પીધું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ sukha jōyuṁ tēṁ, śuṁ sukha mēlavyuṁ
hatā rastā jīvananā khullā badhā, hāthamāṁ kēṭaluṁ āvyuṁ
mānyuṁ sukha jagamāṁ jēmāṁ tēṁ ē tō dūra nē dūra tārāthī rahyuṁ
icchāō nē icchāō rahī jāgatī, sukhē rūpa jaṁgamāṁ badalyuṁ
mathyō mēlavavā sukha sapanāmāṁ, ē tō ābhāsī nē ābhāsī rahyuṁ
duḥkhēduḥkhē vīṁdhyuṁ dilanē, sukha nā ēmāṁ tō vasī śakyuṁ
mana jyāṁ sthira nā rahyuṁ, manē mānēluṁ sukha sthira nā rahyuṁ
hakīkata nā badalī kē svīkārī śakyō, sukha dūra nē dūra rahyuṁ
duḥkhanāṁ mōjāṁ ūchalatāṁ rahyāṁ haiyē, sukha ēmāṁ ūchalatuṁ rahyuṁ
agādha ēvā ā saṁsāramāṁ, sthāyī sukhanuṁ jharaṇuṁ nā malyuṁ
sthāyī hatā prabhu, jīvanamāṁ nā sthāyī bhaktinuṁ biṁdu pīdhuṁ
|
|