|
View Original |
|
તકદીરના તમાચા ખાઈ ખાઈ સુધર્યો નહીં જે માનવી
આશ રાખવી એની પાસે, જીવનમાં એ તો નકામી છે
ઘડી ના શક્યો જીવનમાં જે તકદીર તો ખુદનું
પારકી પંચાતમાંથી આવ્યો નથી ઊંચો, ક્યાંથી તકદીર પોતાનું ઘડે
તકદીર રૂવે એવા માનવીની, આશ રાખવી પાસે એની નકામી છે
હર કામમાં બહાનાં ગોતતો ફરે, ના ખુદનું કે અન્યનું કામ પૂરું કરે
ખાઈ ખાઈ માર, વળી ગયો વાંકો, તકદીર સામે ક્યાંથી લડે
રડતોને રડતો રહ્યો જીવનમાં, તકદીર એનું એમાં તો રડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)