|
View Original |
|
સંસાર તાપમાં શોધી રહ્યો છે માનવી તો છાંયડી
જગજનની વિના દઈ શકશે કોણ એને એવી છાંયડી
પ્રેમાળ મુખડું ને હેતભરી આંખો હરી લેશે ગરમી સંસારની
એમના પ્રેમના ઝરણામાં નાહી નાહી, મેળવશે શક્તિ માનવી
પહોંચશે જગમાં તો સહુની બહાર બહાર તો આંખડી
છૂપી ના રહેશે, જગજનનીથી અંતરની તો કોઈ વાતડી
જોઈને પ્રગતિ જીવનમાં તારી, ઠરશે `મા' ની આંખડી
ના ભુલતો છે હૈયામાં માતા, તારા કાજે તો પ્રીતડી
વિતાવે છે, રહે છે વિતતી સમતામાં કંઈક રાતડી
ભુલતો ના `મા' વિના ના આવી શકશે કોઈ એની ઇચ્છાથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)