|
View Original |
|
હંસલા રે, હાલો રે આપણે મનનાં રે મોતીડાં ચરીએ
મનના રે કચરા એક એક કરી હાલો એને સાફ કરીએ
થાતા સાફ કચરો, મનના તળિયાનું દર્શન તો કરીએ
મનના તળિયે પડ્યાં છે અઢળક મોતી ભેગાં એને કરીએ
ચાતક જેવા મને ઝીલ્યા અનુભવના બિંદુ એના મોતીડા ચરીએ
ચરવાં છે જ્યાં એવા રે મોતી બીજા ઘાસચારા શું કરીએ
મનના સાગરમાં મનનાં મોજા ઉપર તરવાની મોજ લઈએ
બીજી મોજ મજામાં, મનના મોતી ચરવાં તો ના ભુલીએ
નથી જાવું ક્યાંય બીજે, હાલો મનના ઊંડાણમાં ઊતરીએ
ઊતરવા ઊંડેને ઊંડે, હાલો ભાર બીજા બધા ફેંકી દઈએ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)