|
View Original |
|
કહેશો મને કોઈ તમને તમારા પ્રભુ કેવા ગમે
તમારી વાત શાંતિથી સાંભળનારા કે તમારી ખામી એ ઉગ્રતાથી
બતાવનારા ગમે કોઈ કહેશો …
અરે કિસ્મત પર તમને છોડનારા કે કિસ્મતમાંથી તમને
બચાવનારા ગમે કોઈ કહેશો તમને તમારા …
કોઈ તમને કાર્યરત રાખે સદા કે તમને આળસુ બનાવનારા
ગમે કોઈ કહેશો મને તમને તમારા પ્રભુ …
મારી અસ્થિરતામાં આંખ મીંચી બેસનારા કે મને સ્થિરતા અપાવનારા ગમે
મને દરેક કાર્યમાં મદદ કરનાર ગમે કે દરેક કાર્ય કરતા અટકાવનારા ગમે
સતત જીવનમાં ધ્રુજાવનારા ગમે કે વ્હાલભર્યો માથે હાથ ફેરનારા ગમે કોઈ કહેશો
સતત પ્રેમથી તને બોલાવનારા ગમે કે એનાથી દૂર રાખનારા તને ગમે
સદા તમને યાદ રાખનારા ગમે કે સદા યાદોમાં આવનારા ગમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)