1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19133
રાખ રોજના તફાવતને ધ્યાનમાં, સરવાળો એનો શું કહે છે
રાખ રોજના તફાવતને ધ્યાનમાં, સરવાળો એનો શું કહે છે
રહ્યો કેટલો આશામાં, સરક્યો કેટલો નિરાશામાં ધ્યાન એ રાખે છે
અટકી ગઈ દોડ જીવનની તારી, કે પ્રગતિને તો પંથે છે
તારી અવસ્થા પરથી સમજ તને તો એ આવે છે
પલ પલના વ્યવહાર તારા, તારી ઓળખાણ તો તને આપે છે
ખેંચતાણ તારા હૈયાની, તારા વિચાર પરથી સમજમાં આવે છે
બાંધી ઇચ્છા ને આશાના મિનારા, હંમેશા તું પડતો આવ્યો છે
ગણતરી છે પાસે એની બધી, બધું તો એને ખબર છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રાખ રોજના તફાવતને ધ્યાનમાં, સરવાળો એનો શું કહે છે
રહ્યો કેટલો આશામાં, સરક્યો કેટલો નિરાશામાં ધ્યાન એ રાખે છે
અટકી ગઈ દોડ જીવનની તારી, કે પ્રગતિને તો પંથે છે
તારી અવસ્થા પરથી સમજ તને તો એ આવે છે
પલ પલના વ્યવહાર તારા, તારી ઓળખાણ તો તને આપે છે
ખેંચતાણ તારા હૈયાની, તારા વિચાર પરથી સમજમાં આવે છે
બાંધી ઇચ્છા ને આશાના મિનારા, હંમેશા તું પડતો આવ્યો છે
ગણતરી છે પાસે એની બધી, બધું તો એને ખબર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākha rōjanā taphāvatanē dhyānamāṁ, saravālō ēnō śuṁ kahē chē
rahyō kēṭalō āśāmāṁ, sarakyō kēṭalō nirāśāmāṁ dhyāna ē rākhē chē
aṭakī gaī dōḍa jīvananī tārī, kē pragatinē tō paṁthē chē
tārī avasthā parathī samaja tanē tō ē āvē chē
pala palanā vyavahāra tārā, tārī ōlakhāṇa tō tanē āpē chē
khēṁcatāṇa tārā haiyānī, tārā vicāra parathī samajamāṁ āvē chē
bāṁdhī icchā nē āśānā minārā, haṁmēśā tuṁ paḍatō āvyō chē
gaṇatarī chē pāsē ēnī badhī, badhuṁ tō ēnē khabara chē
|
|