|
View Original |
|
હૈયાને હાકલ પાડી આજ એને જગાડજે (2) (6)
જાગે હૈયું એમાં જ્યારે, તારી સવાર ગણી લેજે
સમજાયું જ્યારે સાચું, ગફલત ના હવે કરી જાજે
આળસ મરડી પહોંચવા મંઝિલે, રાહ પૂરુંષાર્થની પકડી લેજે
મંઝિલ નથી પાસે આવવાની, મંઝિલે તો પહોચવું પડશે
હોય કે ના હોય સાધન પાસે, હિંમતની મૂડી ના ખાલી રહેવા દેજે
આવે તોફાનો આવે આફતો, રાહમાં ના એમાં અટકી જાજે
અડગ બની તુ આગળ ને આગળ, વધતો ને વધતો રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)