|
View Original |
|
વહેંચાયેલું છે જગમાં સહુનું જીવન તો અસલી ને નકલીમાં
નમે છે ત્રાજવું, કદી અસલીનું કદી નકલીનું, જગમાં તો જીવનમાં
વેરતાને વેરતા જાય અસલી ને નકલી હાસ્ય એ જગમાં
સંકળાઈ ગયા છે એવા, જીવનનું અંગ બનીને એ તો જીવનમાં
એના ઓથાને ઓથા નીચે, રહ્યા છે સહુ જીવી જે જગમાં
પ્રેમમાં પણ કરે ભેળસેળ એવો, બને મુશ્કેલ પારખીઓથી પારખવામાં
કરે દેખાવ એવા પોતાનાનું, પડેના ફરક એને કોઈ વાતમાં
સ્વાર્થે ને લાલચે એવો રંગાયો છે, કરે એના કાજે બધું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)