|
View Original |
|
છે જીવન તો સફર તારી, પડશે કરવી બે ઘોડા ઉપર સવારી
સમજી ને કરવી પડશે સવારી, ના આવે એમાં માત ખાવાની વારી
એક ને લેશે કાબુમાં ત્યાં બીજાને સાચવવું પડશે ભારી
છે કઠણ કાર્ય એતો, કરવામાં થાશે એમા કસોટી તો આકરી
એક દિશામાં ચાલે બંને, રાખવી પડશે એની તો તકેદારી
નહીં તો આગળ વધી નહી શકે, તું અટકી જાશે યાત્રા તારી
વિચાર અને ભાવોથી બનેલી છે આ જીંદગાની તારી
મન અને દિલની લગામ હાથમાં રાખવી પડશે સંભાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)