Hymn No. 4841 | Date: 28-Jul-1993
છે ઝાડ તો, ધરતીનું સંતાન, ઉપરને ઉપર, એ તો વધતુંને વધતું જાય
chē jhāḍa tō, dharatīnuṁ saṁtāna, uparanē upara, ē tō vadhatuṁnē vadhatuṁ jāya
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-07-28
1993-07-28
1993-07-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=341
છે ઝાડ તો, ધરતીનું સંતાન, ઉપરને ઉપર, એ તો વધતુંને વધતું જાય
છે ઝાડ તો, ધરતીનું સંતાન, ઉપરને ઉપર, એ તો વધતુંને વધતું જાય
મળવા આકાશને એ તો સદાય, ઉપરને ઉપર એ તો ઊઠતું જાય
ભૂલી ના શક્યું પાંદડું એ ધરતીના પ્રેમને, નમી નમી એને એ નીરખતું જાય
ઝાડ એની ઉડાનને ઉડાનમાં, પાંદડાને ધરતી વચ્ચે અંતર વધારતું જાય
મેઘરાજ લઈ આવ્યો સંદેશો આકાશનો, એ ઝીલતું એમાં એ ખીલતું જાય
સંદેશાથી ભીંજાઈ ભીંજાઈ એ, આકાશની સમીપતા અનુભવતું જાય
ઝૂમ્યું ભલે સહભાગી બની ઝાડના આનંદમાં, ભૂલ્યું ના પાંદડું નમવું જરાય
હટયો ના પ્રેમ એનો ધરતીના કાજે, ધરતીને નમતું ને નમતું રહ્યું સદાય
રહ્યું પાંદડું ઝૂરતું ને ઝૂરતું તો વિરહમાં, ગયું વિરહમાં એ તો સુકાઈ
છોડી ઝાડની પિતૃછાયા, પડયું એ નીચે ધરતી પર, ગયું એના ખોળામાં સમાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jhāḍa tō, dharatīnuṁ saṁtāna, uparanē upara, ē tō vadhatuṁnē vadhatuṁ jāya
malavā ākāśanē ē tō sadāya, uparanē upara ē tō ūṭhatuṁ jāya
bhūlī nā śakyuṁ pāṁdaḍuṁ ē dharatīnā prēmanē, namī namī ēnē ē nīrakhatuṁ jāya
jhāḍa ēnī uḍānanē uḍānamāṁ, pāṁdaḍānē dharatī vaccē aṁtara vadhāratuṁ jāya
mēgharāja laī āvyō saṁdēśō ākāśanō, ē jhīlatuṁ ēmāṁ ē khīlatuṁ jāya
saṁdēśāthī bhīṁjāī bhīṁjāī ē, ākāśanī samīpatā anubhavatuṁ jāya
jhūmyuṁ bhalē sahabhāgī banī jhāḍanā ānaṁdamāṁ, bhūlyuṁ nā pāṁdaḍuṁ namavuṁ jarāya
haṭayō nā prēma ēnō dharatīnā kājē, dharatīnē namatuṁ nē namatuṁ rahyuṁ sadāya
rahyuṁ pāṁdaḍuṁ jhūratuṁ nē jhūratuṁ tō virahamāṁ, gayuṁ virahamāṁ ē tō sukāī
chōḍī jhāḍanī pitr̥chāyā, paḍayuṁ ē nīcē dharatī para, gayuṁ ēnā khōlāmāṁ samāya
|