Hymn No. 4962 | Date: 01-Oct-1993
વિશ્વાસ ભર્યા હૈયેથી, વિશ્વાસથી, પ્રેમથી, મસ્તક તારું, પ્રભુચરણે તું નમાવી દેજે
viśvāsa bharyā haiyēthī, viśvāsathī, prēmathī, mastaka tāruṁ, prabhucaraṇē tuṁ namāvī dējē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-10-01
1993-10-01
1993-10-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=462
વિશ્વાસ ભર્યા હૈયેથી, વિશ્વાસથી, પ્રેમથી, મસ્તક તારું, પ્રભુચરણે તું નમાવી દેજે
વિશ્વાસ ભર્યા હૈયેથી, વિશ્વાસથી, પ્રેમથી, મસ્તક તારું, પ્રભુચરણે તું નમાવી દેજે
છે જગમાં તો એ એક જ સ્થાન એવું, હૈયાંના ભારને ત્યાં તું ખાલી કરી દેજે
છે એ તો સાથે ને સાથે, પાસે ને પાસે, વિશ્વાસ હૈયે, આ તો તું ધરજે
કર્મોને કર્મો તું કરતો રહેશે, કર્મો બધા તારા તું, પ્રભુ ચરણે તું ધરી દેજે
છે જ્યાં બધું તો એનું, ધરી દેતા બધું પાછું એમાં, બધું એ તો સંભાળી લેશે
કર્મની નિસરણી છે અટપટી, ચડવા ઊતરવામાં માથાઝીંક ના તું કરજે
કર્મો બધા તું કરતો રહેજે, કર્તાના ભાવ બધા, હૈયે એના ના તું ધરજે
છે ચિંતામુક્ત થવાનો આ એક જ મારગ, હૈયેથી એને તું અપનાવી લેજે
વિષાદને ચિંતાને, હૈયેથી ભૂલી જઈને, હૈયેથી આનંદને તું અપનાવી લેજે
છે જગમાં બધું પ્રભુનું, છે જગમાં બધા પ્રભુના, સર્વના સુખદુઃખનો સહભાગી બનજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viśvāsa bharyā haiyēthī, viśvāsathī, prēmathī, mastaka tāruṁ, prabhucaraṇē tuṁ namāvī dējē
chē jagamāṁ tō ē ēka ja sthāna ēvuṁ, haiyāṁnā bhāranē tyāṁ tuṁ khālī karī dējē
chē ē tō sāthē nē sāthē, pāsē nē pāsē, viśvāsa haiyē, ā tō tuṁ dharajē
karmōnē karmō tuṁ karatō rahēśē, karmō badhā tārā tuṁ, prabhu caraṇē tuṁ dharī dējē
chē jyāṁ badhuṁ tō ēnuṁ, dharī dētā badhuṁ pāchuṁ ēmāṁ, badhuṁ ē tō saṁbhālī lēśē
karmanī nisaraṇī chē aṭapaṭī, caḍavā ūtaravāmāṁ māthājhīṁka nā tuṁ karajē
karmō badhā tuṁ karatō rahējē, kartānā bhāva badhā, haiyē ēnā nā tuṁ dharajē
chē ciṁtāmukta thavānō ā ēka ja māraga, haiyēthī ēnē tuṁ apanāvī lējē
viṣādanē ciṁtānē, haiyēthī bhūlī jaīnē, haiyēthī ānaṁdanē tuṁ apanāvī lējē
chē jagamāṁ badhuṁ prabhunuṁ, chē jagamāṁ badhā prabhunā, sarvanā sukhaduḥkhanō sahabhāgī banajē
|