Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5066 | Date: 09-Dec-1993
સર્જનહારે સરજી સૃષ્ટિ કેવી, મથી મથી
Sarjanahārē sarajī sr̥ṣṭi kēvī, mathī mathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5066 | Date: 09-Dec-1993

સર્જનહારે સરજી સૃષ્ટિ કેવી, મથી મથી

  No Audio

sarjanahārē sarajī sr̥ṣṭi kēvī, mathī mathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1993-12-09 1993-12-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=566 સર્જનહારે સરજી સૃષ્ટિ કેવી, મથી મથી સર્જનહારે સરજી સૃષ્ટિ કેવી, મથી મથી

મથ્યો સમજવા તોય સમજમાં ના આવી, જાય સમજવામાં તોય બાકી રહી જાય

ભર્યાં રહસ્યો એમાં એવાં, ઉકેલો એને જ્યાં, નવાં રહસ્યોની વણઝાર ઊભી થઈ જાય

સીધીસાદી વાતમાં ભર્યા ઉકેલો ઊંડા, રહસ્યમયનાં રહસ્ય તો છીછરાં દેખાય

સીધાસાદા લાગતા પ્રભુ, રહ્યા રહસ્યમય, સૌથી મોટું રહસ્ય તો એ ગણાય

ઉકેલવામાં હૈયે જો અહં ખડકાય, અહંનો ઉકેલ તો ત્યાં રહસ્યમય બની જાય

ઉકેલો જ્યાં એક રહસ્ય ત્યાં એ આનંદ આપી જાય, વણઉકેલ્યા રહસ્યો મૂંઝવતા જાય

ઉકેલતાં રહસ્યો એમાં જો અહં ઓગળી જાય, સર્જનહારની મહાનતા ત્યારે સમજાય

ઉકેલ જો મહેનત વિના મળી જાય, કિંમત ઉકેલની ત્યારે તો ના સમજાય

કદી કદી ઉકેલ ઉકેલવામાં, સમય વીતી જાય, જીવન એમાં તો ત્યાં ઊકલી જાય

સર્જનહાર તો છે રહસ્યથી ભરપૂર જીવન પણ છે, રહસ્યથી ભરપૂર, ખેલ એનો કહેવાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sarjanahārē sarajī sr̥ṣṭi kēvī, mathī mathī

mathyō samajavā tōya samajamāṁ nā āvī, jāya samajavāmāṁ tōya bākī rahī jāya

bharyāṁ rahasyō ēmāṁ ēvāṁ, ukēlō ēnē jyāṁ, navāṁ rahasyōnī vaṇajhāra ūbhī thaī jāya

sīdhīsādī vātamāṁ bharyā ukēlō ūṁḍā, rahasyamayanāṁ rahasya tō chīcharāṁ dēkhāya

sīdhāsādā lāgatā prabhu, rahyā rahasyamaya, sauthī mōṭuṁ rahasya tō ē gaṇāya

ukēlavāmāṁ haiyē jō ahaṁ khaḍakāya, ahaṁnō ukēla tō tyāṁ rahasyamaya banī jāya

ukēlō jyāṁ ēka rahasya tyāṁ ē ānaṁda āpī jāya, vaṇaukēlyā rahasyō mūṁjhavatā jāya

ukēlatāṁ rahasyō ēmāṁ jō ahaṁ ōgalī jāya, sarjanahāranī mahānatā tyārē samajāya

ukēla jō mahēnata vinā malī jāya, kiṁmata ukēlanī tyārē tō nā samajāya

kadī kadī ukēla ukēlavāmāṁ, samaya vītī jāya, jīvana ēmāṁ tō tyāṁ ūkalī jāya

sarjanahāra tō chē rahasyathī bharapūra jīvana paṇa chē, rahasyathī bharapūra, khēla ēnō kahēvāya
Scan Image

Gujarati Bhajan no. 5066 by Satguru Devendra Ghia - Kaka
First...506250635064...Last