1994-01-12
1994-01-12
1994-01-12
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=609
ભુલાઈ રાહ જીવનમાં જ્યાં સાચી, દુઃખના વનમાં ભટકતો રહ્યો

તોર ને તોરમાં તોડતો રહ્યો કાયદા કુદરતના, લાત કુદરતની ખાતો રહ્યો
વિકારો ને વિકારોમાં જીવન ખોખલું કર્યું, હામ જીવનમાં તો ખોઈ બેઠો
સફળતા ને સફળતાના નશામાં જીવનમાં, ન કરવાનું હું તો કરી બેઠો
સંજોગો જીવનમાં તો નમાવતા રહ્યા, સામનાની શક્તિ હું ખોઈ બેઠો
જીવનમાં નકારના નાચમાં નાચતો રહ્યો, આનંદ જીવનનો હું ખોઈ બેઠો
નિરાશાઓ ને નિરાશાઓથી ઘેરાતો ગયો, ધીરજ જીવનમાં હું ખોઈ બેઠો
આળસ ને આળસને પોષતો રહ્યો જીવનમાં, સફળતા જીવનમાં હું ખોઈ બેઠો
શંકાઓ ને શંકાઓમાં રાચતો ને રાચતો રહ્યો, શાંતિ જીવનમાં હું ખોઈ બેઠો
ખોટી ચિંતાઓ ને ચિંતાઓ કરતો રહ્યો, સ્વસ્થતા જીવનમાં હું ખોઈ બેઠો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhulāī rāha jīvanamāṁ jyāṁ sācī, duḥkhanā vanamāṁ bhaṭakatō rahyō
tōra nē tōramāṁ tōḍatō rahyō kāyadā kudaratanā, lāta kudaratanī khātō rahyō
vikārō nē vikārōmāṁ jīvana khōkhaluṁ karyuṁ, hāma jīvanamāṁ tō khōī bēṭhō
saphalatā nē saphalatānā naśāmāṁ jīvanamāṁ, na karavānuṁ huṁ tō karī bēṭhō
saṁjōgō jīvanamāṁ tō namāvatā rahyā, sāmanānī śakti huṁ khōī bēṭhō
jīvanamāṁ nakāranā nācamāṁ nācatō rahyō, ānaṁda jīvananō huṁ khōī bēṭhō
nirāśāō nē nirāśāōthī ghērātō gayō, dhīraja jīvanamāṁ huṁ khōī bēṭhō
ālasa nē ālasanē pōṣatō rahyō jīvanamāṁ, saphalatā jīvanamāṁ huṁ khōī bēṭhō
śaṁkāō nē śaṁkāōmāṁ rācatō nē rācatō rahyō, śāṁti jīvanamāṁ huṁ khōī bēṭhō
khōṭī ciṁtāō nē ciṁtāō karatō rahyō, svasthatā jīvanamāṁ huṁ khōī bēṭhō
|
|