Hymn No. 5125 | Date: 17-Jan-1994
મન તો રહી ગયું જ્યાં, પ્યાસું ને પ્યાસું, જીવન રહી ગયું ત્યાં તો અધૂરું ને અધૂરું
mana tō rahī gayuṁ jyāṁ, pyāsuṁ nē pyāsuṁ, jīvana rahī gayuṁ tyāṁ tō adhūruṁ nē adhūruṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1994-01-17
1994-01-17
1994-01-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=625
મન તો રહી ગયું જ્યાં, પ્યાસું ને પ્યાસું, જીવન રહી ગયું ત્યાં તો અધૂરું ને અધૂરું
મન તો રહી ગયું જ્યાં, પ્યાસું ને પ્યાસું, જીવન રહી ગયું ત્યાં તો અધૂરું ને અધૂરું
દિલમાં દર્દ તો જ્યાં ઊઠયું, ના જ્યાં એ તો શમ્યું - જીવન...
સપનું તો રાહ જોતું રહ્યું, ના જ્યાં તો એ પૂરું થયું - જીવન...
મન અને દિલ હાથમાં ના રહ્યું, જીવનને એ તાણતું રહ્યું - જીવન...
જીવનમાં જે જે મળ્યું, મન સંતોષ એમાં ના પામ્યું - જીવન...
નક્કી કરી મંઝિલ જીવનમાં, ના ત્યાં તો પહોંચાયું - જીવન...
જીવનના હર ખેલમાંથી પ્રભુપ્રેમનું, અંકુર જ્યાં ના ફૂટયું - જીવન...
જીવનમાં પ્રભુના તાલે તાલ, જીવન જ્યાં ના દઈ શક્યું - જીવન...
મન જ્યાં પ્રભુદર્શનને બદલે, અન્ય વાસનામાં ભમતું રહ્યું - જીવન...
મન જ્યાં કુદરતમાંથી, સહજ આનંદ ના મેળવી શક્યું - જીવન...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana tō rahī gayuṁ jyāṁ, pyāsuṁ nē pyāsuṁ, jīvana rahī gayuṁ tyāṁ tō adhūruṁ nē adhūruṁ
dilamāṁ darda tō jyāṁ ūṭhayuṁ, nā jyāṁ ē tō śamyuṁ - jīvana...
sapanuṁ tō rāha jōtuṁ rahyuṁ, nā jyāṁ tō ē pūruṁ thayuṁ - jīvana...
mana anē dila hāthamāṁ nā rahyuṁ, jīvananē ē tāṇatuṁ rahyuṁ - jīvana...
jīvanamāṁ jē jē malyuṁ, mana saṁtōṣa ēmāṁ nā pāmyuṁ - jīvana...
nakkī karī maṁjhila jīvanamāṁ, nā tyāṁ tō pahōṁcāyuṁ - jīvana...
jīvananā hara khēlamāṁthī prabhuprēmanuṁ, aṁkura jyāṁ nā phūṭayuṁ - jīvana...
jīvanamāṁ prabhunā tālē tāla, jīvana jyāṁ nā daī śakyuṁ - jīvana...
mana jyāṁ prabhudarśananē badalē, anya vāsanāmāṁ bhamatuṁ rahyuṁ - jīvana...
mana jyāṁ kudaratamāṁthī, sahaja ānaṁda nā mēlavī śakyuṁ - jīvana...
|