Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5163 | Date: 11-Mar-1994
હરેક કાર્ય જીવનમાં રે, ધીરજને, શક્તિને એ તો માંગે છે
Harēka kārya jīvanamāṁ rē, dhīrajanē, śaktinē ē tō māṁgē chē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 5163 | Date: 11-Mar-1994

હરેક કાર્ય જીવનમાં રે, ધીરજને, શક્તિને એ તો માંગે છે

  No Audio

harēka kārya jīvanamāṁ rē, dhīrajanē, śaktinē ē tō māṁgē chē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1994-03-11 1994-03-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=663 હરેક કાર્ય જીવનમાં રે, ધીરજને, શક્તિને એ તો માંગે છે હરેક કાર્ય જીવનમાં રે, ધીરજને, શક્તિને એ તો માંગે છે

રાખજે તૈયારી, થાશે કસોટી એની, કસોટી એમાં એની થાય છે

એના વિના, કાર્યો રહેશે અધૂરાં, એના વિના ના એ પૂરા થાય છે

રાખજે મૂડી તું ભરપૂર એની, એના વિના ના પૂરું કંઈ થાય છે

કણ કણનો ડુંગર બને, બુંદ બુંદનો સાગર, જ્યાં એ હાથમાં છે

ખૂટશે જ્યાં એ અધવચ્ચે, ક્યાંયનો ના એ રહેવા દે છે

નિરાશાનાં વાદળ જ્યારે ભી, એમાં એ તો ડૂબી જાય છે

ભરી દેજે ધીરજને હૈયે એવું, જોજે ના એ તો ખૂટી જાય છે

હરેક કાર્યની સિદ્ધિનું છે પહેલું પગથિયું, જોજે ના એ ચૂકી જવાય રે

કાર્ય ને કાર્ય થાતાં જાશે પાર એમાં, જ્યાં હૈયું ધીરજમાં ગઢ બની જાય છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

harēka kārya jīvanamāṁ rē, dhīrajanē, śaktinē ē tō māṁgē chē

rākhajē taiyārī, thāśē kasōṭī ēnī, kasōṭī ēmāṁ ēnī thāya chē

ēnā vinā, kāryō rahēśē adhūrāṁ, ēnā vinā nā ē pūrā thāya chē

rākhajē mūḍī tuṁ bharapūra ēnī, ēnā vinā nā pūruṁ kaṁī thāya chē

kaṇa kaṇanō ḍuṁgara banē, buṁda buṁdanō sāgara, jyāṁ ē hāthamāṁ chē

khūṭaśē jyāṁ ē adhavaccē, kyāṁyanō nā ē rahēvā dē chē

nirāśānāṁ vādala jyārē bhī, ēmāṁ ē tō ḍūbī jāya chē

bharī dējē dhīrajanē haiyē ēvuṁ, jōjē nā ē tō khūṭī jāya chē

harēka kāryanī siddhinuṁ chē pahēluṁ pagathiyuṁ, jōjē nā ē cūkī javāya rē

kārya nē kārya thātāṁ jāśē pāra ēmāṁ, jyāṁ haiyuṁ dhīrajamāṁ gaḍha banī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 5163 by Satguru Devendra Ghia - Kaka
First...516151625163...Last