|
View Original |
|
ગણ્યા ગણાતા નથી (2) સાગરમાં તો ઊછળતાં મોજાંને
ગણ્યા ગણાતા નથી (2) આકાશે ચમકતા તારાઓને
ગણ્યા ગણાતા નથી (2) મનમાં ઊછળતા વિચારોને
ગણ્યા ગણાતા નથી (2) ધરતી ઉપરના ઝાડપાનને
ગણ્યા ગણાતા નથી (2) ધરતી ઉપરના રેતીના કણોને
ગણ્યા ગણાતા નથી (2) ધરતી ઉપરના માનવીઓના વાળને
ગણ્યા ગણાતા નથી (2) ધરતી ઉપર વરસતાં વર્ષાઓનાં બિંદુઓને
ગણ્યા ગણાતા નથી (2) ધરતી ઉપર પથરાતાં સૂર્યકિરણોને
ગણ્યા ગણાતા નથી (2) જીવનમાં તો પ્રભુના ઉપકારોને
ગણ્યા ગણાતા નથી (2) જીવનમાં તો લેવાયેલા શ્વાસોને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)