Hymn No. 5251 | Date: 05-May-1994
અરે ઓ કરુણાકારી રે, કરજે કરુણા અમારા ઉપર તો તારી રે
arē ō karuṇākārī rē, karajē karuṇā amārā upara tō tārī rē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1994-05-05
1994-05-05
1994-05-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=751
અરે ઓ કરુણાકારી રે, કરજે કરુણા અમારા ઉપર તો તારી રે
અરે ઓ કરુણાકારી રે, કરજે કરુણા અમારા ઉપર તો તારી રે
આ સંસારતાપમાં પણ મળતી રહે, કરુણાની શીતળતા તારી રે
સંજોગો જીવનમાં રહ્યા છે હલાવતા અમને, મળે કરુણાની સ્થિરતા તારી રે
ઊઠે તોફાનો જીવનમાં તો ભારી રે, સહી શકીએ એને કરુણામાં તારી રે
દુઃખદર્દભર્યા આ જગમાં, મળતી રહે દવા, કરુણાની તો તારી રે
અંતર અમારાં છે મેલથી ભર્યાં ભર્યાં, કરવા સાફ, જોઈએ કરુણા તારી રે
ઊછળે છે સમજમાં ખોટાં મોજાંઓ, કરવા શાંત જોઈએ કરુણા તારી રે
ટકી ના શકીશું અમે જીવનના જંગમાં, ટકવા જોઈએ કરુણા તો તારી રે
સંસાર ઝેરના પડે છે પીવા રે પ્યાલા, પચાવવા જોઈએ કરુણા તો તારી રે
પામવા કૃપા આ જગમાં તો તારી રે, જોઈએ સદા કરુણા તારી રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō karuṇākārī rē, karajē karuṇā amārā upara tō tārī rē
ā saṁsāratāpamāṁ paṇa malatī rahē, karuṇānī śītalatā tārī rē
saṁjōgō jīvanamāṁ rahyā chē halāvatā amanē, malē karuṇānī sthiratā tārī rē
ūṭhē tōphānō jīvanamāṁ tō bhārī rē, sahī śakīē ēnē karuṇāmāṁ tārī rē
duḥkhadardabharyā ā jagamāṁ, malatī rahē davā, karuṇānī tō tārī rē
aṁtara amārāṁ chē mēlathī bharyāṁ bharyāṁ, karavā sāpha, jōīē karuṇā tārī rē
ūchalē chē samajamāṁ khōṭāṁ mōjāṁō, karavā śāṁta jōīē karuṇā tārī rē
ṭakī nā śakīśuṁ amē jīvananā jaṁgamāṁ, ṭakavā jōīē karuṇā tō tārī rē
saṁsāra jhēranā paḍē chē pīvā rē pyālā, pacāvavā jōīē karuṇā tō tārī rē
pāmavā kr̥pā ā jagamāṁ tō tārī rē, jōīē sadā karuṇā tārī rē
|