|
View Original |
|
શોભી ઊઠશે મસ્તક તો કલગીથી, ના શોભશે કાંઈ એ કાગડાના પીંછથી
મહેકી ઊઠશે જીવન તો સદ્ગુણોથી, ના કાંઈ દુર્ગુણોની દુર્ગંધથી,
થાશે પ્રગતિ જીવનમાં તો પુરુષાર્થથી, ના કાંઈ હાંકી ખોટી ડંફાસથી
મળશે અજવાળું જીવનને પૂર્ણ વિશ્વાસથી, ના કાંઈ જીવનને શંકાના અંધકારથી
લાગશે જીવન ભર્યું ભર્યું પૂર્ણ સંતોષથી, ના કાંઈ તો અસંતોષની આગથી
લાગશે જીવન જીવવા જેવું પૂર્ણ પ્રેમથી, ના કાંઈ જીવનમાં તો વેર ને વેરથી
ખીલી ઊઠશે જીવન તો વેરાગ્યથી, ના કાંઈ હૈયાને ભરી વાસનાઓથી
અજવાળજે જીવન જ્ઞાનના પ્રકાશથી, ના કાંઈ જીવનને અજ્ઞાનના અંધકારથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)