1993-03-23
1993-03-23
1993-03-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=93
પ્રભુ તારી મહેકતી સુવાસે રે, મહેકાવી જાજે રે મારા આંગણાં રે

તારા પગલે પગલે કુમકુમની ફોરમ ઊઠે, પાડી જાજે એવા તું પગલાં રે
તારી યાદોને યાદોની સુવાસે રે, મહેકતા રાખજે અમારા તું હૈયાં રે
તારા ચરણમાંથી પવિત્ર ગંગા વહે, અમને ભી પવિત્રતા એવી આપજે રે
પ્રભુ તારા નયનોમાંથી તો અમૃત વહે, થોડું પાન એનું અમને કરાવજે રે
તારા મુખેથી અનુપમ વાણી વહે, અમારા કર્ણોમાં એને તું પાડજે રે
તારા હૈયેથી અનોખી હૂંફ વહે, અમને તારા હૈયે થોડું તું ચાંપજે રે
પ્રભુ તું સારા જગનું તો ધ્યાન રાખે, ધ્યાન અમારું તો તું રાખજે રે
હરેક કાર્ય તો તારી શક્તિ માંગે, તારી શક્તિનો સાથ અમને તું આપજે રે
પ્રભુ નીકળ્યા છીએ અમે તો તારામાંથી, અમને તારામાં તું સમાવી દેજે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu tārī mahēkatī suvāsē rē, mahēkāvī jājē rē mārā āṁgaṇāṁ rē
tārā pagalē pagalē kumakumanī phōrama ūṭhē, pāḍī jājē ēvā tuṁ pagalāṁ rē
tārī yādōnē yādōnī suvāsē rē, mahēkatā rākhajē amārā tuṁ haiyāṁ rē
tārā caraṇamāṁthī pavitra gaṁgā vahē, amanē bhī pavitratā ēvī āpajē rē
prabhu tārā nayanōmāṁthī tō amr̥ta vahē, thōḍuṁ pāna ēnuṁ amanē karāvajē rē
tārā mukhēthī anupama vāṇī vahē, amārā karṇōmāṁ ēnē tuṁ pāḍajē rē
tārā haiyēthī anōkhī hūṁpha vahē, amanē tārā haiyē thōḍuṁ tuṁ cāṁpajē rē
prabhu tuṁ sārā jaganuṁ tō dhyāna rākhē, dhyāna amāruṁ tō tuṁ rākhajē rē
harēka kārya tō tārī śakti māṁgē, tārī śaktinō sātha amanē tuṁ āpajē rē
prabhu nīkalyā chīē amē tō tārāmāṁthī, amanē tārāmāṁ tuṁ samāvī dējē rē
|