1998-09-06
1998-09-06
1998-09-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=970
કરુણાસાગર કરજે કૃપા મારા પર તું એવી
કરુણાસાગર કરજે કૃપા મારા પર તું એવી,
સહી શકું હસતા હસતા જીવનમાં, અન્યનો ક્રોધાગ્નિ
હૈયે હસતા હસતા શાંત કરી શકું, હૈયામાં જાગતો તો વેરાગ્નિ
જીવનમાંથી હસતા હસતા રે મારા, હટાવી શકું હૈયેથી મારા ઈર્ષાગ્નિ
જોજે કરી શકું હસતા હસતા સામનો, બાળે ના મને જીવનમાં કામાગ્નિ
હે કરુણાસાગર કરજે કૃપા એવી, હૈયે વીંટાય ના તો મારા શોકાગ્નિ
કરી શકું સામનો જીવનમાં સમજીને, હેરાન કરી ના શકે મને મોહાગ્નિ
હૈયામાં તો મારા રહે જલતો ને જલતો, સદા તારો તો પ્રેમાગ્નિ
કરજે સદા સહાય મને જીવનમાં, જીવનમાં બાળે ના જીવનને પાપાગ્નિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karuṇāsāgara karajē kr̥pā mārā para tuṁ ēvī,
sahī śakuṁ hasatā hasatā jīvanamāṁ, anyanō krōdhāgni
haiyē hasatā hasatā śāṁta karī śakuṁ, haiyāmāṁ jāgatō tō vērāgni
jīvanamāṁthī hasatā hasatā rē mārā, haṭāvī śakuṁ haiyēthī mārā īrṣāgni
jōjē karī śakuṁ hasatā hasatā sāmanō, bālē nā manē jīvanamāṁ kāmāgni
hē karuṇāsāgara karajē kr̥pā ēvī, haiyē vīṁṭāya nā tō mārā śōkāgni
karī śakuṁ sāmanō jīvanamāṁ samajīnē, hērāna karī nā śakē manē mōhāgni
haiyāmāṁ tō mārā rahē jalatō nē jalatō, sadā tārō tō prēmāgni
karajē sadā sahāya manē jīvanamāṁ, jīvanamāṁ bālē nā jīvananē pāpāgni
|
|