1994-10-02
1994-10-02
1994-10-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1001
સંતો પાસે રહી રહી શીખ્યા જીવનમાં જો કાંઈ નહીં
સંતો પાસે રહી રહી શીખ્યા જીવનમાં જો કાંઈ નહીં
જોશો ના દોષ સંતનો તો એમાં તો કાંઈ નહીં
વરસે વર્ષા તો જગમહી, મન મોકળું કરી એમાં જો નહાશો નહીં
કાઢશો તો દોષ એમાં વર્ષાનો, વર્ષાનો દોષ તો કાઢશો નહીં
સ્વાદિષ્ટ ભોજન હોય સામે, એને જો આરોગશો નહીં
કાઢશો ના દોષ ભોજનનો, ભોજનનો દોષ તો કાઢશો નહીં
મળે સહારો, દેવા ચાહે કોઈ સહારો, એને તો તરછોડશો નહીં
મળતો નથી સહારો જીવનમાં તમને, ફરિયાદ એવી કરશો નહીં
પથ્થર સમજીને જીવનમાં, હીરાને તો ફેંકી દેશો નહીં
નથી દોષ કાંઈ હીરાનો, છે દોષ નજરનો, હીરાનો દોષ કાઢશો નહીં
સમજણ વિના રહ્યાં કરતા ઝઘડા જીવનમાં તો ઊભા ને ઊભા
દોષ કાઢજો સમજણનો, અન્યનો દોષ તો એમાં કાઢશો નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁtō pāsē rahī rahī śīkhyā jīvanamāṁ jō kāṁī nahīṁ
jōśō nā dōṣa saṁtanō tō ēmāṁ tō kāṁī nahīṁ
varasē varṣā tō jagamahī, mana mōkaluṁ karī ēmāṁ jō nahāśō nahīṁ
kāḍhaśō tō dōṣa ēmāṁ varṣānō, varṣānō dōṣa tō kāḍhaśō nahīṁ
svādiṣṭa bhōjana hōya sāmē, ēnē jō ārōgaśō nahīṁ
kāḍhaśō nā dōṣa bhōjananō, bhōjananō dōṣa tō kāḍhaśō nahīṁ
malē sahārō, dēvā cāhē kōī sahārō, ēnē tō tarachōḍaśō nahīṁ
malatō nathī sahārō jīvanamāṁ tamanē, phariyāda ēvī karaśō nahīṁ
paththara samajīnē jīvanamāṁ, hīrānē tō phēṁkī dēśō nahīṁ
nathī dōṣa kāṁī hīrānō, chē dōṣa najaranō, hīrānō dōṣa kāḍhaśō nahīṁ
samajaṇa vinā rahyāṁ karatā jhaghaḍā jīvanamāṁ tō ūbhā nē ūbhā
dōṣa kāḍhajō samajaṇanō, anyanō dōṣa tō ēmāṁ kāḍhaśō nahīṁ
|
|