1994-12-20
1994-12-20
1994-12-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1024
મન મારીને બેઠાં છીએ રે પ્રભુ, તારી રે સામે, હાલત અમારી કેમ ના તું સમજી શકે

અંતરમાં રહીને વસીને રે તું, શાને રે પ્રભુ રે તું, અજાણ્યો બને
અંતરમાં ઊઠતાં તોફાનો, રહીને અંદર, શાને રે તું નીરખતો રહે
જઈએ તારા ભાવમાં રે જ્યારે, મૂકી માથે હાથ તારો, શાને ના ફેરવે
દુઃખ દર્દમાં અમે એવા ડૂબીએ, દિલાસો આપવા શાને ના તું આવે
કરીએ ખોટું તો જ્યારે જ્યારે, રહીને અંદર, શાને ના એને તું અટકાવે
નિરાશાઓને નિરાશાઓની ગર્તામાં ડૂબીએ જ્યારે, બહાર શાને જલદી ના તું કાઢે
અનેક વાતે થઈ એને, રહીએ દુઃખી અમે, દુઃખ દર્દ અમારા દૂર શાને ના કરે
રહ્યું છે હૈયું મારું અશાંતને અશાંત, રહી અંદર શાંત એને શાને ના તું કરે
રહ્યું છે વિરહમાં તારા, તડપતું હૈયું મારું, દઈ દર્શન તારા, શાંત ના એને કરે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana mārīnē bēṭhāṁ chīē rē prabhu, tārī rē sāmē, hālata amārī kēma nā tuṁ samajī śakē
aṁtaramāṁ rahīnē vasīnē rē tuṁ, śānē rē prabhu rē tuṁ, ajāṇyō banē
aṁtaramāṁ ūṭhatāṁ tōphānō, rahīnē aṁdara, śānē rē tuṁ nīrakhatō rahē
jaīē tārā bhāvamāṁ rē jyārē, mūkī māthē hātha tārō, śānē nā phēravē
duḥkha dardamāṁ amē ēvā ḍūbīē, dilāsō āpavā śānē nā tuṁ āvē
karīē khōṭuṁ tō jyārē jyārē, rahīnē aṁdara, śānē nā ēnē tuṁ aṭakāvē
nirāśāōnē nirāśāōnī gartāmāṁ ḍūbīē jyārē, bahāra śānē jaladī nā tuṁ kāḍhē
anēka vātē thaī ēnē, rahīē duḥkhī amē, duḥkha darda amārā dūra śānē nā karē
rahyuṁ chē haiyuṁ māruṁ aśāṁtanē aśāṁta, rahī aṁdara śāṁta ēnē śānē nā tuṁ karē
rahyuṁ chē virahamāṁ tārā, taḍapatuṁ haiyuṁ māruṁ, daī darśana tārā, śāṁta nā ēnē karē
|