1994-12-23
1994-12-23
1994-12-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1099
નજર નજર મારી રે પ્રભુ, માંગી રહી છે જીવનમાં સાથ તો તારો

સાથ દેવાને મને રે પ્રભુ, મારી નજરમાં તમે, હવે તો આવો
વધતોને વધતો રહ્યો વિરહનો અગ્નિ હૈયે, પ્રભુ તમે હવે વધુ ના જલાવો
તમે ક્યાં છો ને ક્યાં નથી, સમજવું નથી એ તો મારે
છો અને હશો તમે તો જ્યાં, ત્યાંથી રે પ્રભુ મારી નજરમાં તો આવો
થયા હશે અનુભવ તારી કરુણાના, આવી નજરમાં કરુણાનું બિંદુ એક મારા પર વરસે
છું ભલે હું એક નાનું રે બિંદુ, તમે તો છો મહાસાગર
તમારામાં સમાવા, તમારી શક્તિનું બિંદુ મને તો પીવરાવો
રહ્યાં ભલે અલગ હજી સુધી, અલગતાનો દોર હવે વધુ ના લંબાવો
કર્મોએ રડાવ્યો છે મને રે ઘણો, રહી અલગ, મને હવે વધુ ના રડાવો
પાપ કર્મો રહ્યાં સતાવતા જીવનભર મને, આવ્યો છું જ્યાં તમારા શરણે
હવે વધુ મને તો ના સતાવો, હવે મારી નજરમાં તમે તો આવો
જિંદગી થાતી રહી છે સદા ઝેરના પ્યાલા, હવે એકવાર તો મારી
નજરમાં આવી, તમારા પ્રેમ પીયુષના પ્યાલા, મારા હૈયાંને પીવરાવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara najara mārī rē prabhu, māṁgī rahī chē jīvanamāṁ sātha tō tārō
sātha dēvānē manē rē prabhu, mārī najaramāṁ tamē, havē tō āvō
vadhatōnē vadhatō rahyō virahanō agni haiyē, prabhu tamē havē vadhu nā jalāvō
tamē kyāṁ chō nē kyāṁ nathī, samajavuṁ nathī ē tō mārē
chō anē haśō tamē tō jyāṁ, tyāṁthī rē prabhu mārī najaramāṁ tō āvō
thayā haśē anubhava tārī karuṇānā, āvī najaramāṁ karuṇānuṁ biṁdu ēka mārā para varasē
chuṁ bhalē huṁ ēka nānuṁ rē biṁdu, tamē tō chō mahāsāgara
tamārāmāṁ samāvā, tamārī śaktinuṁ biṁdu manē tō pīvarāvō
rahyāṁ bhalē alaga hajī sudhī, alagatānō dōra havē vadhu nā laṁbāvō
karmōē raḍāvyō chē manē rē ghaṇō, rahī alaga, manē havē vadhu nā raḍāvō
pāpa karmō rahyāṁ satāvatā jīvanabhara manē, āvyō chuṁ jyāṁ tamārā śaraṇē
havē vadhu manē tō nā satāvō, havē mārī najaramāṁ tamē tō āvō
jiṁdagī thātī rahī chē sadā jhēranā pyālā, havē ēkavāra tō mārī
najaramāṁ āvī, tamārā prēma pīyuṣanā pyālā, mārā haiyāṁnē pīvarāvō
|