Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 511 | Date: 28-Aug-1986
હૈયાની વાત મારે કોને જઈને કહેવી, હૈયાનું દુઃખ કોની પાસે રડવું
Haiyānī vāta mārē kōnē jaīnē kahēvī, haiyānuṁ duḥkha kōnī pāsē raḍavuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 511 | Date: 28-Aug-1986

હૈયાની વાત મારે કોને જઈને કહેવી, હૈયાનું દુઃખ કોની પાસે રડવું

  No Audio

haiyānī vāta mārē kōnē jaīnē kahēvī, haiyānuṁ duḥkha kōnī pāsē raḍavuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-08-28 1986-08-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11500 હૈયાની વાત મારે કોને જઈને કહેવી, હૈયાનું દુઃખ કોની પાસે રડવું હૈયાની વાત મારે કોને જઈને કહેવી, હૈયાનું દુઃખ કોની પાસે રડવું

ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું

ખોટા પણ ધરે જ્યાં વેશ સાચના, મુશ્કેલ બન્યું છે સાચને પારખવું

ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું કે કોણ છે પરાયું

દર્દ હૈયામાં જાગ્યું, ના સમજાયું કે પ્રેમથી જાગ્યું કે અહંમાં ઘવાયું

હૈયું બંધનથી જ્યાં બંધાયું, ના સમજાયું કે પ્રેમથી કે કામથી બંધાયું

ના હૈયામાં સમજાયું જરી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું

હૈયામાં રુદન ભરાયું, ના સમજાયું કે વિરહમાં કે નિરાશાથી ઘવાયું

હૈયું મેળવવા નાચ્યું, ના સમજાયું કે જરૂરિયાતે જાગ્યું કે લાલચે લપટાયું

ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું

હૈયું કામકાજ ભૂલ્યું, ના સમજાયું કે પ્રેમમાં પાગલ બન્યું કે આળસે ઘેરાયું

ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું કે કોણ છે પરાયું

હૈયામાં રૂદન છલકાયું, ના સમજાયું કે દુઃખ ઊભરાયું કે આનંદે છલકાયું

ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું કે કોણ છે પરાયું

હૈયામાં ‘મા’ નું મુખ દેખાયું, ના સમજાયું કે હૈયું `મા’ ની કૃપા પામ્યું

ના સમજાયું હૈયામાં જરી, કે કોણ છે મારું, કે કોણ છે પરાયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haiyānī vāta mārē kōnē jaīnē kahēvī, haiyānuṁ duḥkha kōnī pāsē raḍavuṁ

nā samajāyuṁ haiyāmāṁ jarī, kē kōṇa chē māruṁ, kē kōṇa chē parāyuṁ

khōṭā paṇa dharē jyāṁ vēśa sācanā, muśkēla banyuṁ chē sācanē pārakhavuṁ

nā samajāyuṁ haiyāmāṁ jarī, kē kōṇa chē māruṁ kē kōṇa chē parāyuṁ

darda haiyāmāṁ jāgyuṁ, nā samajāyuṁ kē prēmathī jāgyuṁ kē ahaṁmāṁ ghavāyuṁ

haiyuṁ baṁdhanathī jyāṁ baṁdhāyuṁ, nā samajāyuṁ kē prēmathī kē kāmathī baṁdhāyuṁ

nā haiyāmāṁ samajāyuṁ jarī, kē kōṇa chē māruṁ, kē kōṇa chē parāyuṁ

haiyāmāṁ rudana bharāyuṁ, nā samajāyuṁ kē virahamāṁ kē nirāśāthī ghavāyuṁ

haiyuṁ mēlavavā nācyuṁ, nā samajāyuṁ kē jarūriyātē jāgyuṁ kē lālacē lapaṭāyuṁ

nā samajāyuṁ haiyāmāṁ jarī, kē kōṇa chē māruṁ, kē kōṇa chē parāyuṁ

haiyuṁ kāmakāja bhūlyuṁ, nā samajāyuṁ kē prēmamāṁ pāgala banyuṁ kē ālasē ghērāyuṁ

nā samajāyuṁ haiyāmāṁ jarī, kē kōṇa chē māruṁ kē kōṇa chē parāyuṁ

haiyāmāṁ rūdana chalakāyuṁ, nā samajāyuṁ kē duḥkha ūbharāyuṁ kē ānaṁdē chalakāyuṁ

nā samajāyuṁ haiyāmāṁ jarī, kē kōṇa chē māruṁ kē kōṇa chē parāyuṁ

haiyāmāṁ ‘mā' nuṁ mukha dēkhāyuṁ, nā samajāyuṁ kē haiyuṁ `mā' nī kr̥pā pāmyuṁ

nā samajāyuṁ haiyāmāṁ jarī, kē kōṇa chē māruṁ, kē kōṇa chē parāyuṁ
English Explanation Increase Font Decrease Font

In this Gujarati Bhajan Kakaji is into self realisation of emotions which is the weakness of the heart and In this deceptive world it becomes difficult to realise who is trusted and who is untrusted.

Kakaji is teaching the reality of life

Whom shall I go and tell about the situation of my heart, and in front of whom shall I go and weep over my grief.

He is totally ignorant and unable to realise who is mine and who is a stranger.

As falsehood is in disguise of truth so it becomes difficult to discern truth. So it becomes difficult to understand who is mine and who is a stranger.

Pain is awakened in the heart, but the reason becomes unknown as it's due to love or hurt by ego.

As the heart is always bound by bondage could not understand as the heart is bound by love or work.

Kakaji is trying to explore about the deceptive world as there are many self centred people in this world who keep relations to fulfill their selfish needs. Then it is difficult to know who is mine and who is a stranger.

So the sensitive heart gets filled with emotions could not realise that these tears are due to despair or disappointment.

The heart is always happy to obtain but couldn't understand that it is collecting due to necessity or overwhelmed by greed.

The heart could not realise who is mine and who is a stranger.

The heart has forgotten its work, didn't realise that it became forgetful falling in love or being surrounded by laziness.

A cry was evolved in the heart couldn't realise that sadness had arrived or happiness was spread.

The heart could not realise who is mine and who is stranger.

In the heart, the face of the Divine Mother is emerged but still the confusion of the heart prevails and is unable to realise the grace of the Divine.

The heart is unable to understand who is mine and who is a stranger.
Scan Image

Gujarati Bhajan no. 511 by Satguru Devendra Ghia - Kaka
First...511512513...Last