1995-02-12
1995-02-12
1995-02-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1173
પ્રભુની આંખના ઊંડાણમાં આજ એવું મેં તો દીઠું, એવું મેં તો દીઠું

થઈ ઇચ્છા જોવાની, ઇચ્છાનું પ્રતિબિંબ મારું એમાં મેં તો દીઠું
બદલાઈ ઇચ્છાઓ જ્યાં મારી, મારુંને મારું પ્રતિબિંબ બદલાતું મેં દીઠું
બદલાયા પ્રતિબિંબોથી દીધો મૂંઝવી મને, મારે મૂંઝાવું પડયું
મૂંઝારાને મૂંઝારા ગયા વધતા હૈયે, શું જોવું, શું ના જોવું ના સૂઝ્યું
કદી વિશ્વ વિરહતું નિહાળ્યું, કદી તેજના સ્વરૂપે વિશ્વ દેખાયું
કદી સુખની રેખાઓ એમાં બદલાઈ, ભાવોનું નિરૂપણ ખપ્યું
જોયાં જોયાં, જોતો રહ્યો, આખર મને મારું મુખ એમાં દેખાયું
પ્રભુ સાથેની ઐક્યનું સમજણ, ત્યારે મને એમાં તો મળ્યું
https://www.youtube.com/watch?v=G9Z9RnOVM_g
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુની આંખના ઊંડાણમાં આજ એવું મેં તો દીઠું, એવું મેં તો દીઠું
થઈ ઇચ્છા જોવાની, ઇચ્છાનું પ્રતિબિંબ મારું એમાં મેં તો દીઠું
બદલાઈ ઇચ્છાઓ જ્યાં મારી, મારુંને મારું પ્રતિબિંબ બદલાતું મેં દીઠું
બદલાયા પ્રતિબિંબોથી દીધો મૂંઝવી મને, મારે મૂંઝાવું પડયું
મૂંઝારાને મૂંઝારા ગયા વધતા હૈયે, શું જોવું, શું ના જોવું ના સૂઝ્યું
કદી વિશ્વ વિરહતું નિહાળ્યું, કદી તેજના સ્વરૂપે વિશ્વ દેખાયું
કદી સુખની રેખાઓ એમાં બદલાઈ, ભાવોનું નિરૂપણ ખપ્યું
જોયાં જોયાં, જોતો રહ્યો, આખર મને મારું મુખ એમાં દેખાયું
પ્રભુ સાથેની ઐક્યનું સમજણ, ત્યારે મને એમાં તો મળ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhunī āṁkhanā ūṁḍāṇamāṁ āja ēvuṁ mēṁ tō dīṭhuṁ, ēvuṁ mēṁ tō dīṭhuṁ
thaī icchā jōvānī, icchānuṁ pratibiṁba māruṁ ēmāṁ mēṁ tō dīṭhuṁ
badalāī icchāō jyāṁ mārī, māruṁnē māruṁ pratibiṁba badalātuṁ mēṁ dīṭhuṁ
badalāyā pratibiṁbōthī dīdhō mūṁjhavī manē, mārē mūṁjhāvuṁ paḍayuṁ
mūṁjhārānē mūṁjhārā gayā vadhatā haiyē, śuṁ jōvuṁ, śuṁ nā jōvuṁ nā sūjhyuṁ
kadī viśva virahatuṁ nihālyuṁ, kadī tējanā svarūpē viśva dēkhāyuṁ
kadī sukhanī rēkhāō ēmāṁ badalāī, bhāvōnuṁ nirūpaṇa khapyuṁ
jōyāṁ jōyāṁ, jōtō rahyō, ākhara manē māruṁ mukha ēmāṁ dēkhāyuṁ
prabhu sāthēnī aikyanuṁ samajaṇa, tyārē manē ēmāṁ tō malyuṁ
|
|