1995-10-30
1995-10-30
1995-10-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11999
લઈને છબછબિયા ખૂબ અજ્ઞાનના જગમાં
લઈને છબછબિયા ખૂબ અજ્ઞાનના જગમાં,
મળશે રે આનંદ એમાં છબછબિયાનો, શરીર ના કાંઈ એમાં ધોવાશે
કરીને અવગણના રોગની તો જીવનમાં,
નાંખી દેશે મૂળ એના રે ઉંડા, કરવો સામનો ત્યારે ભારે પડશે
ચારે દિશામાંથી છૂટતા તીરોના મારમાંથી,
કરશો કોશિશો બચવા એમાંથી, ઘાયલ થયા વિના એમાં તો ના રહેશો
કરીને જીવનમાં અનુભવના સૂરોની અવગણના,
જીવનમાં મુસીબતો વિના, હાથમાં ના બીજું કાંઈ આવશે
લોભીને ઘેર ધૂતારા તો ફાવશે,
સરળતાને સદા એ લૂંટશે, એક લાકડીએ ના તો બધાને હંકાશે
કાંટાને કાંટા, જીવનમાં તો જ્યાં વાવશે,
રહેશે ખુદને એ ભોંક્તા ભોંક્તા કેમ કરીને એમાંથી બચાશે
હૈયાંમાં જ્યાં કડવાશ ભરતોને ભરતો રહેશે,
કરડા ચહેરે, દાતા પાસે ધન ના માંગશે
ભૂખ તો છે તંદૂરસ્તીની નિશાની જીવનમાં,
અતિ ભૂખ જીવનમાં રોડા ગણાશે
મોહમાં રહ્યાં સહુ ડૂબ્યા જીવનમાં, મોહની નિંદ્રા એ ગણાશે,
સાચી સમજણ જાગી જીવનમાં, સવાર એ તો ગણાશે
પડતાને પડતાં રહે પાસા ઉલટા, દુર્ભાગ્ય એ તો ગણાશે,
થાતું ને થાતું રહે સીધું જીવનમાં, ભાગ્યોદય એ ગણાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
laīnē chabachabiyā khūba ajñānanā jagamāṁ,
malaśē rē ānaṁda ēmāṁ chabachabiyānō, śarīra nā kāṁī ēmāṁ dhōvāśē
karīnē avagaṇanā rōganī tō jīvanamāṁ,
nāṁkhī dēśē mūla ēnā rē uṁḍā, karavō sāmanō tyārē bhārē paḍaśē
cārē diśāmāṁthī chūṭatā tīrōnā māramāṁthī,
karaśō kōśiśō bacavā ēmāṁthī, ghāyala thayā vinā ēmāṁ tō nā rahēśō
karīnē jīvanamāṁ anubhavanā sūrōnī avagaṇanā,
jīvanamāṁ musībatō vinā, hāthamāṁ nā bījuṁ kāṁī āvaśē
lōbhīnē ghēra dhūtārā tō phāvaśē,
saralatānē sadā ē lūṁṭaśē, ēka lākaḍīē nā tō badhānē haṁkāśē
kāṁṭānē kāṁṭā, jīvanamāṁ tō jyāṁ vāvaśē,
rahēśē khudanē ē bhōṁktā bhōṁktā kēma karīnē ēmāṁthī bacāśē
haiyāṁmāṁ jyāṁ kaḍavāśa bharatōnē bharatō rahēśē,
karaḍā cahērē, dātā pāsē dhana nā māṁgaśē
bhūkha tō chē taṁdūrastīnī niśānī jīvanamāṁ,
ati bhūkha jīvanamāṁ rōḍā gaṇāśē
mōhamāṁ rahyāṁ sahu ḍūbyā jīvanamāṁ, mōhanī niṁdrā ē gaṇāśē,
sācī samajaṇa jāgī jīvanamāṁ, savāra ē tō gaṇāśē
paḍatānē paḍatāṁ rahē pāsā ulaṭā, durbhāgya ē tō gaṇāśē,
thātuṁ nē thātuṁ rahē sīdhuṁ jīvanamāṁ, bhāgyōdaya ē gaṇāśē
|