|
View Original |
|
થાક્યા વિના એમાં તો તું રહેવાનો નથી (2)
મંઝિલ વિનાની હશે જો જીવનમાં દોટ તો તારી
મનને ભાવ વિના કરીશ કાર્યો તું જે જે જીવનમાં
મૂકીશ ગજા બહારની દોટ જ્યાં તું તો જીવનમાં
સામનાને સામનાઓ કરવા પડશે તો જ્યાં જીવનમાં
અભિમાન ને અહંમાં જીવીશ જીવન જ્યાં તું જગમાં
આપતો ના, ને દેતો ના ઉત્તેજન આળસને જીવનમાં
હતાશાઓને હતાશાઓમાં ડૂબ્યો રહીશ જો તું જીવનમાં
વિકારોને વિકારોમાં જો ડૂબ્યોને ડૂબ્યો રહીશ તું જીવનમાં
દુઃખને દુઃખનું જ રટણ કરતો રહીશ જીવનભર તું જીવનમાં
શંકાઓને શંકાઓમાં કરતોને કરતો રહીશ ઊભી જો તું હૈયાંમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)