1995-12-23
1995-12-23
1995-12-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12071
શી જરૂર છે, શી જરૂર છે, જીવનમાં મને તો બીજી શી જરૂર છે

નયનોમાં જ્યાં સમાઈ ગયા તમે, હૈયાંમાં જ્યાં વસી ગયા તો તમે - જીવનમાં...
મનમાં નિત્ય રમો છો જ્યાં તમે, ના હટો જ્યાં એમાંથી તો તમે ને તમે - જીવનમાં...
વિચારોમાં જ્યાં નિત્ય રહો છો તમે, ભાવોમાં નિત્ય સમાયા છો તો તમે - જીવનમાં...
વાયુની શીતળતા આપી જાય જ્યાં યાદ તમારી, તાપ આપી જાય હૂંફ તમારી - જીવનમાં...
શ્વાસે શ્વાસે ઊઠે જ્યાં ધૂનો તમારી, ધડકને ધડકને સંભળાય જ્યાં ધૂનો તમારી - જીવનમાં
દૃષ્ટિએ દૃષ્ટિએૅ મળે જો દર્શન તારા, સમજણે સમજણમાં મળે જો સમજણ તારી - જીવનમાં..
કારણનું કારણ, જગનું કારણ છે જ્યાં તું મારી, સાથમાં બીજી શી જરૂર છે - જીવનમાં...
માનવ હૈયાંમાંથી મળતો રહે પ્રેમ જો તારો, સભર રહે હૈયું જ્યાં એ પ્રેમમાં તારા - જીવનમાં..
કરી રહ્યો છે નિત્ય ચિંતા એ જગ સારાની, કરે છે ચિંતા તારી, તારે ચિંતા કરવાની જરૂર નથી - જીવનમાં..
રાહ પકડી જ્યાં તેં સાચી, મળી એમાં જ્યાં શાંતિ, રાહ બદલવાની જરૂર નથી - જીવનમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śī jarūra chē, śī jarūra chē, jīvanamāṁ manē tō bījī śī jarūra chē
nayanōmāṁ jyāṁ samāī gayā tamē, haiyāṁmāṁ jyāṁ vasī gayā tō tamē - jīvanamāṁ...
manamāṁ nitya ramō chō jyāṁ tamē, nā haṭō jyāṁ ēmāṁthī tō tamē nē tamē - jīvanamāṁ...
vicārōmāṁ jyāṁ nitya rahō chō tamē, bhāvōmāṁ nitya samāyā chō tō tamē - jīvanamāṁ...
vāyunī śītalatā āpī jāya jyāṁ yāda tamārī, tāpa āpī jāya hūṁpha tamārī - jīvanamāṁ...
śvāsē śvāsē ūṭhē jyāṁ dhūnō tamārī, dhaḍakanē dhaḍakanē saṁbhalāya jyāṁ dhūnō tamārī - jīvanamāṁ
dr̥ṣṭiē dr̥ṣṭiēૅ malē jō darśana tārā, samajaṇē samajaṇamāṁ malē jō samajaṇa tārī - jīvanamāṁ..
kāraṇanuṁ kāraṇa, jaganuṁ kāraṇa chē jyāṁ tuṁ mārī, sāthamāṁ bījī śī jarūra chē - jīvanamāṁ...
mānava haiyāṁmāṁthī malatō rahē prēma jō tārō, sabhara rahē haiyuṁ jyāṁ ē prēmamāṁ tārā - jīvanamāṁ..
karī rahyō chē nitya ciṁtā ē jaga sārānī, karē chē ciṁtā tārī, tārē ciṁtā karavānī jarūra nathī - jīvanamāṁ..
rāha pakaḍī jyāṁ tēṁ sācī, malī ēmāṁ jyāṁ śāṁti, rāha badalavānī jarūra nathī - jīvanamāṁ...
|