1996-05-04
1996-05-04
1996-05-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12238
અવાજ ઊઠયો જ્યાં તારા અંતરથી, સાંભળજે હવે એને તું ધ્યાનથી

ઉપાધિ વિના દીધું બીજું શું તને માયાએ, મો ફેરવી લે હવે તું માયામાંથી
મૂકી આંધળી દોટ તેં માયા પાછળ, મળ્યું તને શું એની પાછળ દોડવાથી
ખોયું સુખ તેં, ખોઈ શાંતિ તેં જીવનમાં, વ્યર્થ એની પાછળ દોડાદોડી કરવાની
રાતદિવસ કર્યું રટણ તેં માયાનું, રગેરગ ભરી દીધી છે જીવનમાં તેં માયાથી
દેખાડયા અનેક રૂપો તને માયાએ, થાકીશ જીવનમાં એમાં ડૂબ્યાને ડૂબ્યા રહેવાથી
નજદીકને નજદીક સરકીશ તું માયામાં, રહી જીવનમાં તું દૂરને દૂર પ્રભુથી
દુઃખ દર્દના દહાડા, દૂર ના થાશે એ તારા, માયામાંને માયામાં પડયા રહેવાથી
રહેશે ના સ્થિર માયા તો જીવનમાં, મળશે સ્થિર સુખ જીવનમાં એમાં તો ક્યાંથી
છોડીશ જો માયા જીવનમાં તું હૈયેથી, મેળવી શકીશ શાશ્વત સુખ પ્રભુ સ્મરણ કરવાથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
avāja ūṭhayō jyāṁ tārā aṁtarathī, sāṁbhalajē havē ēnē tuṁ dhyānathī
upādhi vinā dīdhuṁ bījuṁ śuṁ tanē māyāē, mō phēravī lē havē tuṁ māyāmāṁthī
mūkī āṁdhalī dōṭa tēṁ māyā pāchala, malyuṁ tanē śuṁ ēnī pāchala dōḍavāthī
khōyuṁ sukha tēṁ, khōī śāṁti tēṁ jīvanamāṁ, vyartha ēnī pāchala dōḍādōḍī karavānī
rātadivasa karyuṁ raṭaṇa tēṁ māyānuṁ, ragēraga bharī dīdhī chē jīvanamāṁ tēṁ māyāthī
dēkhāḍayā anēka rūpō tanē māyāē, thākīśa jīvanamāṁ ēmāṁ ḍūbyānē ḍūbyā rahēvāthī
najadīkanē najadīka sarakīśa tuṁ māyāmāṁ, rahī jīvanamāṁ tuṁ dūranē dūra prabhuthī
duḥkha dardanā dahāḍā, dūra nā thāśē ē tārā, māyāmāṁnē māyāmāṁ paḍayā rahēvāthī
rahēśē nā sthira māyā tō jīvanamāṁ, malaśē sthira sukha jīvanamāṁ ēmāṁ tō kyāṁthī
chōḍīśa jō māyā jīvanamāṁ tuṁ haiyēthī, mēlavī śakīśa śāśvata sukha prabhu smaraṇa karavāthī
|