Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6260 | Date: 16-May-1996
સુખી થાવું કે સુખી રહેવું કાંઈ સહેલું નથી, પણ એ કાંઈ અઘરું પણ નથી
Sukhī thāvuṁ kē sukhī rahēvuṁ kāṁī sahēluṁ nathī, paṇa ē kāṁī agharuṁ paṇa nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6260 | Date: 16-May-1996

સુખી થાવું કે સુખી રહેવું કાંઈ સહેલું નથી, પણ એ કાંઈ અઘરું પણ નથી

  No Audio

sukhī thāvuṁ kē sukhī rahēvuṁ kāṁī sahēluṁ nathī, paṇa ē kāṁī agharuṁ paṇa nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-05-16 1996-05-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12249 સુખી થાવું કે સુખી રહેવું કાંઈ સહેલું નથી, પણ એ કાંઈ અઘરું પણ નથી સુખી થાવું કે સુખી રહેવું કાંઈ સહેલું નથી, પણ એ કાંઈ અઘરું પણ નથી

ચાહતની ચાહત છે સહુના દિલમાં સુખી થવાની, કેમ સહુ સુખી થયા નથી

રમત રમી રહ્યાં છે સહુ સુખી થવા રે, કેમ સુખી જીવનમાં સહુ રહ્યાં નથી

પડયા છે સહુ ન્હાવા સુખના સાગરમાં, દુઃખનો કાદવ લઈ બહાર આવ્યા વિના રહ્યાં નથી

ચિત્ર જીવનનું છે સહુના હાથમાં, સુખના રંગો એમાં પૂરી શક્યા નથી

બાંધ્યું સુખ જ્યાં કોઈ વસ્તુમાં, મેળવી સુખની ઝલક, ખાલી થયા વિના રહેતા નથી

સુખદુઃખની સાથે રાખી નથી નિસ્બત જેણે જીવનમાં, સુખી એ રહ્યાં વિના રહ્યાં નથી

સુખના વહેણો વહે છે સદા જગમાં, ઝીલી ના શક્યા એ ધાર, એ તો સુખી રહ્યાં નથી

જીવનમાં દુઃખને જે ભૂલી શક્યા નથી, સુખી જીવનમાં તો એ થઈ શક્યા નથી

સુખની વ્યાખ્યા રહે જ્યાં બદલાતી, ગણવા સુખી કોને, જીવનમાં એ સમજાતું નથી

સંતોષથી રાખે છે હૈયું સદા ભર્યું ભર્યું જીવનમાં, દુઃખી કદી એ તો થાતા નથી

અન્યને સુખી જોવામાં ગણે જે સુખ પોતાનું, એના જેવા સુખી કોઈ બીજા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhī thāvuṁ kē sukhī rahēvuṁ kāṁī sahēluṁ nathī, paṇa ē kāṁī agharuṁ paṇa nathī

cāhatanī cāhata chē sahunā dilamāṁ sukhī thavānī, kēma sahu sukhī thayā nathī

ramata ramī rahyāṁ chē sahu sukhī thavā rē, kēma sukhī jīvanamāṁ sahu rahyāṁ nathī

paḍayā chē sahu nhāvā sukhanā sāgaramāṁ, duḥkhanō kādava laī bahāra āvyā vinā rahyāṁ nathī

citra jīvananuṁ chē sahunā hāthamāṁ, sukhanā raṁgō ēmāṁ pūrī śakyā nathī

bāṁdhyuṁ sukha jyāṁ kōī vastumāṁ, mēlavī sukhanī jhalaka, khālī thayā vinā rahētā nathī

sukhaduḥkhanī sāthē rākhī nathī nisbata jēṇē jīvanamāṁ, sukhī ē rahyāṁ vinā rahyāṁ nathī

sukhanā vahēṇō vahē chē sadā jagamāṁ, jhīlī nā śakyā ē dhāra, ē tō sukhī rahyāṁ nathī

jīvanamāṁ duḥkhanē jē bhūlī śakyā nathī, sukhī jīvanamāṁ tō ē thaī śakyā nathī

sukhanī vyākhyā rahē jyāṁ badalātī, gaṇavā sukhī kōnē, jīvanamāṁ ē samajātuṁ nathī

saṁtōṣathī rākhē chē haiyuṁ sadā bharyuṁ bharyuṁ jīvanamāṁ, duḥkhī kadī ē tō thātā nathī

anyanē sukhī jōvāmāṁ gaṇē jē sukha pōtānuṁ, ēnā jēvā sukhī kōī bījā nathī
Scan Image

Gujarati Bhajan no. 6260 by Satguru Devendra Ghia - Kaka
First...625662576258...Last