Hymn No. 6325 | Date: 26-Jul-1996
ચાલો આપણે નામ પ્રભુનું તો લઈએ, લઈને નામ, ધન્ય જીવન આપણું કરીએ
cālō āpaṇē nāma prabhunuṁ tō laīē, laīnē nāma, dhanya jīvana āpaṇuṁ karīē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1996-07-26
1996-07-26
1996-07-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12314
ચાલો આપણે નામ પ્રભુનું તો લઈએ, લઈને નામ, ધન્ય જીવન આપણું કરીએ
ચાલો આપણે નામ પ્રભુનું તો લઈએ, લઈને નામ, ધન્ય જીવન આપણું કરીએ
સોંપીને બધી ચિંતાઓ તો એના ચરણે, ચાલો મુક્તિનો આનંદ આપણે લઈએ
નથી કાંઈ ચાલ્યું આપણું રે જગમાં, ચાલો આપણે જીવનમાં આ સત્યને સમજીએ
ધર્યું ધર્યું ધ્યાન માયાનું જેટલું જીવનમાં, ચાલો ધ્યાન એટલું આપણે પ્રભુનું ધરીએ
કરી ફરિયાદો આપણે દર્દની, ચાલો હવે આપણે આપણી ખામીઓ એને કહીએ
પ્રેમનો સાગર તો છે રે પ્રભુ, ચાલો આપણે હવે પ્રેમનું પાન એમાંથી તો કરીએ
જીવન ઝંઝટ ખૂબ કરી રે જગમાં, ચાલો હવે આપણે ઝંઝટ બધી તો છોડીએ
સમજ્યા ઘણું ઘણું ભલે રે જીવનમાં, ચાલો આપણે પ્રભુને હવે સમજીએ
નથી કાંઈ દૂર એ તો કોઈથી, ચાલો હવે આપણે દૂર એને રાખીએ કે રહીએ
પહોંચવું છે જ્યાં એકવાર એની પાસે, ચાલો આપણે એક એક ડગ એના તરફ ભરીએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cālō āpaṇē nāma prabhunuṁ tō laīē, laīnē nāma, dhanya jīvana āpaṇuṁ karīē
sōṁpīnē badhī ciṁtāō tō ēnā caraṇē, cālō muktinō ānaṁda āpaṇē laīē
nathī kāṁī cālyuṁ āpaṇuṁ rē jagamāṁ, cālō āpaṇē jīvanamāṁ ā satyanē samajīē
dharyuṁ dharyuṁ dhyāna māyānuṁ jēṭaluṁ jīvanamāṁ, cālō dhyāna ēṭaluṁ āpaṇē prabhunuṁ dharīē
karī phariyādō āpaṇē dardanī, cālō havē āpaṇē āpaṇī khāmīō ēnē kahīē
prēmanō sāgara tō chē rē prabhu, cālō āpaṇē havē prēmanuṁ pāna ēmāṁthī tō karīē
jīvana jhaṁjhaṭa khūba karī rē jagamāṁ, cālō havē āpaṇē jhaṁjhaṭa badhī tō chōḍīē
samajyā ghaṇuṁ ghaṇuṁ bhalē rē jīvanamāṁ, cālō āpaṇē prabhunē havē samajīē
nathī kāṁī dūra ē tō kōīthī, cālō havē āpaṇē dūra ēnē rākhīē kē rahīē
pahōṁcavuṁ chē jyāṁ ēkavāra ēnī pāsē, cālō āpaṇē ēka ēka ḍaga ēnā tarapha bharīē
|