Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6329 | Date: 30-Jul-1996
મધ્યરાત્રિએ મીઠી બંસરી તો જ્યાં વાગી, આંખલડીએ નીંદર દીધી ત્યાં ત્યાગી
Madhyarātriē mīṭhī baṁsarī tō jyāṁ vāgī, āṁkhalaḍīē nīṁdara dīdhī tyāṁ tyāgī

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

Hymn No. 6329 | Date: 30-Jul-1996

મધ્યરાત્રિએ મીઠી બંસરી તો જ્યાં વાગી, આંખલડીએ નીંદર દીધી ત્યાં ત્યાગી

  No Audio

madhyarātriē mīṭhī baṁsarī tō jyāṁ vāgī, āṁkhalaḍīē nīṁdara dīdhī tyāṁ tyāgī

કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)

1996-07-30 1996-07-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12318 મધ્યરાત્રિએ મીઠી બંસરી તો જ્યાં વાગી, આંખલડીએ નીંદર દીધી ત્યાં ત્યાગી મધ્યરાત્રિએ મીઠી બંસરી તો જ્યાં વાગી, આંખલડીએ નીંદર દીધી ત્યાં ત્યાગી

પનઘટના સપના ને પનઘટની યાદોને, આંખ સામે ગઈ એ તો જગાવી

રગેરગમાં સ્ફૂર્તિ ગઈ ત્યાં વ્યાપી, મીઠો થનગનાટ ગઈ એ તો જગાવી

રોમેરોમે આનંદની લહેરી ગઈ ફેલાવી, આંખની સામે પનઘટની ઝલક જ્યાં જાગી

મન તો ચાહે, રહે બાંસુરી વાગતીને વાગતી, ભલે આંખડીએ નીંદર દેવી પડે ત્યાગી

મંદ મંદ હસતું મુખડું કાનુડાનું, આંખ સામે એ તો દે જગાવી જગાવી

પડી હોય બેડીઓ ભલે તન ને વ્યવહારની, મનડું તો જાય બંસરી પાછળ ભાગી

હૈયું રહે ના ત્યાં તો હાથમાં, જ્યાં બંસરી દે હૈયાંમાં, મધુરી હલચલ તો મચાવી

બંસરીના નાદે નાદે, ધૂન હૈયાંમાં દે એવી એ જગાવી જાણે નાદ સમાધિ લાગી

કાન રહે તો સાંભળતા, રહે હૈયું ઝીલતું, દે પનઘટની એક્તા એ તો જગાવી
View Original Increase Font Decrease Font

મધ્યરાત્રિએ મીઠી બંસરી તો જ્યાં વાગી, આંખલડીએ નીંદર દીધી ત્યાં ત્યાગી

પનઘટના સપના ને પનઘટની યાદોને, આંખ સામે ગઈ એ તો જગાવી

રગેરગમાં સ્ફૂર્તિ ગઈ ત્યાં વ્યાપી, મીઠો થનગનાટ ગઈ એ તો જગાવી

રોમેરોમે આનંદની લહેરી ગઈ ફેલાવી, આંખની સામે પનઘટની ઝલક જ્યાં જાગી

મન તો ચાહે, રહે બાંસુરી વાગતીને વાગતી, ભલે આંખડીએ નીંદર દેવી પડે ત્યાગી

મંદ મંદ હસતું મુખડું કાનુડાનું, આંખ સામે એ તો દે જગાવી જગાવી

પડી હોય બેડીઓ ભલે તન ને વ્યવહારની, મનડું તો જાય બંસરી પાછળ ભાગી

હૈયું રહે ના ત્યાં તો હાથમાં, જ્યાં બંસરી દે હૈયાંમાં, મધુરી હલચલ તો મચાવી

બંસરીના નાદે નાદે, ધૂન હૈયાંમાં દે એવી એ જગાવી જાણે નાદ સમાધિ લાગી

કાન રહે તો સાંભળતા, રહે હૈયું ઝીલતું, દે પનઘટની એક્તા એ તો જગાવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

madhyarātriē mīṭhī baṁsarī tō jyāṁ vāgī, āṁkhalaḍīē nīṁdara dīdhī tyāṁ tyāgī

panaghaṭanā sapanā nē panaghaṭanī yādōnē, āṁkha sāmē gaī ē tō jagāvī

ragēragamāṁ sphūrti gaī tyāṁ vyāpī, mīṭhō thanaganāṭa gaī ē tō jagāvī

rōmērōmē ānaṁdanī lahērī gaī phēlāvī, āṁkhanī sāmē panaghaṭanī jhalaka jyāṁ jāgī

mana tō cāhē, rahē bāṁsurī vāgatīnē vāgatī, bhalē āṁkhaḍīē nīṁdara dēvī paḍē tyāgī

maṁda maṁda hasatuṁ mukhaḍuṁ kānuḍānuṁ, āṁkha sāmē ē tō dē jagāvī jagāvī

paḍī hōya bēḍīō bhalē tana nē vyavahāranī, manaḍuṁ tō jāya baṁsarī pāchala bhāgī

haiyuṁ rahē nā tyāṁ tō hāthamāṁ, jyāṁ baṁsarī dē haiyāṁmāṁ, madhurī halacala tō macāvī

baṁsarīnā nādē nādē, dhūna haiyāṁmāṁ dē ēvī ē jagāvī jāṇē nāda samādhi lāgī

kāna rahē tō sāṁbhalatā, rahē haiyuṁ jhīlatuṁ, dē panaghaṭanī ēktā ē tō jagāvī
Scan Image

Gujarati Bhajan no. 6329 by Satguru Devendra Ghia - Kaka
First...632563266327...Last