1995-04-25
1995-04-25
1995-04-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1258
ગોતવાને નીકળ્યો, ગોતવાને નીકળ્યો જીવનમાં મને રે હું ગોતવાને નીકળ્યો

ખોવાઈ ગયો હું તો જીવનમાં, હું તો ક્યાં ને ક્યાં, મને હું તો ત્યાં ગોતવાને નીકળ્યો
તાણી ગયું મને કંઈક એવું જીવનમાં, તણાઈ ગયો એમાં એ ગોતવા નીકળ્યો
પ્રેમની સરિતામાં હું ડૂબવા નીકળ્યો, જીવનમાં કંઈ સરિતામાં ડૂબી ગયો, ગોતવા એ નીકળ્યો
જીવનમાં જાણવા હું નીકળ્યો, જીવનમાં મળ્યું મને શું શું એ ગોતવા નીકળ્યો
માંડયા હિસાબ જીવનમાં નફા નુક્સાનના, કરી કમાણી કેવી એ ગોતવા નીકળ્યો
હતી મન ઉપર ધૂળ તો ઘણી, ખંખેરી એને જીવનમાં, મને ને મને હું ગોતવા નીકળ્યો
મુશ્કેલીને મુશ્કેલીમાં ઘેરાતો ને ઘેરાતો ગયો, માર્ગ જીવનમાંથી મારો હું ગોતવા નીકળ્યો
હતા છુપાયેલા અનેક માનવો મારા હૈયાંમાં, પૂર્ણ માનવને એમાંથી તો હું ગોતવા નીકળ્યો
સમજી ના શક્યો જીવનમાં શું શું ખોવાયું હતું, જીવનમાં સમજ્યા વિના એ ગોતવા નીકળ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gōtavānē nīkalyō, gōtavānē nīkalyō jīvanamāṁ manē rē huṁ gōtavānē nīkalyō
khōvāī gayō huṁ tō jīvanamāṁ, huṁ tō kyāṁ nē kyāṁ, manē huṁ tō tyāṁ gōtavānē nīkalyō
tāṇī gayuṁ manē kaṁīka ēvuṁ jīvanamāṁ, taṇāī gayō ēmāṁ ē gōtavā nīkalyō
prēmanī saritāmāṁ huṁ ḍūbavā nīkalyō, jīvanamāṁ kaṁī saritāmāṁ ḍūbī gayō, gōtavā ē nīkalyō
jīvanamāṁ jāṇavā huṁ nīkalyō, jīvanamāṁ malyuṁ manē śuṁ śuṁ ē gōtavā nīkalyō
māṁḍayā hisāba jīvanamāṁ naphā nuksānanā, karī kamāṇī kēvī ē gōtavā nīkalyō
hatī mana upara dhūla tō ghaṇī, khaṁkhērī ēnē jīvanamāṁ, manē nē manē huṁ gōtavā nīkalyō
muśkēlīnē muśkēlīmāṁ ghērātō nē ghērātō gayō, mārga jīvanamāṁthī mārō huṁ gōtavā nīkalyō
hatā chupāyēlā anēka mānavō mārā haiyāṁmāṁ, pūrṇa mānavanē ēmāṁthī tō huṁ gōtavā nīkalyō
samajī nā śakyō jīvanamāṁ śuṁ śuṁ khōvāyuṁ hatuṁ, jīvanamāṁ samajyā vinā ē gōtavā nīkalyō
|