Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1129 | Date: 12-Jan-1988
સાચું નથી તે પણ જગમાં, તો સાચું લાગે - રે માડી
Sācuṁ nathī tē paṇa jagamāṁ, tō sācuṁ lāgē - rē māḍī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 1129 | Date: 12-Jan-1988

સાચું નથી તે પણ જગમાં, તો સાચું લાગે - રે માડી

  No Audio

sācuṁ nathī tē paṇa jagamāṁ, tō sācuṁ lāgē - rē māḍī

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1988-01-12 1988-01-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12618 સાચું નથી તે પણ જગમાં, તો સાચું લાગે - રે માડી સાચું નથી તે પણ જગમાં, તો સાચું લાગે - રે માડી

તારી માયાના રંગ તો, રંગ અનોખા બતાવે - રે માડી

પડતા જોઈ કંઈક કાયા, તોય નિજ કાયા સાચી લાગે - રે માડી

મૃગજળ પાછળ તો દોડાવી, સદા તરસ્યા રાખે - રે માડી

પ્રેમ તારો દે ભુલાવી, સ્વાર્થભર્યો પ્રેમ સાચો લાગે - રે માડી

કહેતાં સાચું, પણ સાચું માન્યમાં ન આવે - રે માડી

ધોળે દિવસે પણ એ તો, આંખે તારા બતાવે - રે માડી

સાચાને ખોટા ને ખોટાને પણ સાચા ઠરાવે - રે માડી

સ્વાર્થમાં પણ દે બધું ભુલાવી, સગપણ સ્વાર્થના બંધાવે - રે માડી

આંખ સામે નાચ મનોહર રચી, સમજણ ભુલાવે - રે માડી

દૃષ્ટિ સામે પટ રચીને, કથીરને કુંદન એ બનાવે - રે માડી

દેખાયે ના એ તો, તોય જગ સારાને નચાવે - રે માડી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sācuṁ nathī tē paṇa jagamāṁ, tō sācuṁ lāgē - rē māḍī

tārī māyānā raṁga tō, raṁga anōkhā batāvē - rē māḍī

paḍatā jōī kaṁīka kāyā, tōya nija kāyā sācī lāgē - rē māḍī

mr̥gajala pāchala tō dōḍāvī, sadā tarasyā rākhē - rē māḍī

prēma tārō dē bhulāvī, svārthabharyō prēma sācō lāgē - rē māḍī

kahētāṁ sācuṁ, paṇa sācuṁ mānyamāṁ na āvē - rē māḍī

dhōlē divasē paṇa ē tō, āṁkhē tārā batāvē - rē māḍī

sācānē khōṭā nē khōṭānē paṇa sācā ṭharāvē - rē māḍī

svārthamāṁ paṇa dē badhuṁ bhulāvī, sagapaṇa svārthanā baṁdhāvē - rē māḍī

āṁkha sāmē nāca manōhara racī, samajaṇa bhulāvē - rē māḍī

dr̥ṣṭi sāmē paṭa racīnē, kathīranē kuṁdana ē banāvē - rē māḍī

dēkhāyē nā ē tō, tōya jaga sārānē nacāvē - rē māḍī
English Explanation Increase Font Decrease Font

In this Gujarati bhajan of reflection,

He is saying...

Whatever is not true in this world, seems like the truth.

O Divine Mother, The colours of your illusion keep showing different shades in life.

Even after seeing many physical bodies succumbing to death, we still believe this body to be real.

These shades of illusion make us run behind fake mirage, and keep us permanently thirsty.

O Divine Mother, They make us forget about your eternal pure love, and make us believe in selfish love to be true.

They make us not believe in what is actually true, and mislead us even in the powerful radiance of yours.

These colours make the truth to be the fake and the fake to be the truth.

In selfishness, they make us forget everything else, only ties of selfishness are created.

They paint attractive picture in front of our eyes, and make us forget about the real understanding.

They create a blinder in front of the vision and make us believe a stone to be a diamond, O Divine Mother.

These colours of illusion are not seen, still they make this world to dance, O Divine Mother.

Kaka is explaining about the shades of this illusion. These colours of illusion are so powerful and alluring that they make everyone dance only in this make believe world. They cloud us so deep that we fail to see the real truth. We identify ourselves only with mortal gross body. We fail to see our true inner being. We start believing in selfish love to be true love and forget about eternal pure love of Divine. We start believing the untruth to be the reality and forget about the actual truth of our origin. Kaka is urging us to rise above the illusion and connect with the truth.
Scan Image

Gujarati Bhajan no. 1129 by Satguru Devendra Ghia - Kaka
First...112911301131...Last