1989-03-22
1989-03-22
1989-03-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13273
સ્વકેંદ્રની આસપાસ તો, સહુનું જગ તો ફરતું રહે
સ્વકેંદ્રની આસપાસ તો, સહુનું જગ તો ફરતું રહે
આકાશે તારલિયા મસ્ત બની, જેમ ફરતા રહે
ના ટકરાતા અન્ય સાથે, સહુ મસ્તિમાં મસ્ત ફરતા રહે
ટકરાતા અન્ય સાથે, અગ્નિજ્વાળા ત્યાં ભભૂકી ઊઠે
મસ્તી મસ્તી, સહુની નોખનોખી, ધારા જ્યાં એ તૂટી પડે
સ્વકેંદ્ર ત્યાં ખળભળી ઊઠે, સ્થિરતા ત્યાં તો ડગી પડે
લંગડાતા આ કેંદ્રની, સ્થિરતા તો મુશ્કેલ બને
સ્થિરતા જ્યાં મળી રહે, મન ત્યાં કેંદ્રમાં સ્થિર રહે
કેંદ્રે કેંદ્રે કેંદ્રિત બની, અન્યની તો જ્યાં ઉપેક્ષા કરે
વર્તન આવા જ્યાં બને, ગોટાળાનું એ સર્જન કરે
કેંદ્ર જ્યાં, પ્રભુના કેંદ્રમાં જ્યાં એકરૂપ બને
દૃષ્ટિમાંથી જગ હટી, પ્રભુ દૃષ્ટિમાં તો આવી વસે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
svakēṁdranī āsapāsa tō, sahunuṁ jaga tō pharatuṁ rahē
ākāśē tāraliyā masta banī, jēma pharatā rahē
nā ṭakarātā anya sāthē, sahu mastimāṁ masta pharatā rahē
ṭakarātā anya sāthē, agnijvālā tyāṁ bhabhūkī ūṭhē
mastī mastī, sahunī nōkhanōkhī, dhārā jyāṁ ē tūṭī paḍē
svakēṁdra tyāṁ khalabhalī ūṭhē, sthiratā tyāṁ tō ḍagī paḍē
laṁgaḍātā ā kēṁdranī, sthiratā tō muśkēla banē
sthiratā jyāṁ malī rahē, mana tyāṁ kēṁdramāṁ sthira rahē
kēṁdrē kēṁdrē kēṁdrita banī, anyanī tō jyāṁ upēkṣā karē
vartana āvā jyāṁ banē, gōṭālānuṁ ē sarjana karē
kēṁdra jyāṁ, prabhunā kēṁdramāṁ jyāṁ ēkarūpa banē
dr̥ṣṭimāṁthī jaga haṭī, prabhu dr̥ṣṭimāṁ tō āvī vasē
|