1989-06-30
1989-06-30
1989-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13381
છે જગમાં, ભાષા તો નોખનોખી રે
છે જગમાં, ભાષા તો નોખનોખી રે
છે તોય આંખ ને ભાવની ભાષા, જગમાં એકસરખી રે
ના સમજાવી શકે જે મુખથી વાણી, ઇશારા આંખના સમજાવી જાશે રે
વ્યક્ત કરી ના શકશે મન જે ભાવો, આંખ એને કહી જાશે રે
ચીસ વ્યક્ત કરી ના શકશે દર્દ જે, ભાવો મુખના એને કહી જાશે રે
વાણીને કહેતાં જે સમય લાગે, ભાવો એને ક્ષણમાં કહી જાશે રે
જગતના શિશુઓની છે એક ભાષા, માતા સમજે એને સરખી રે
પ્રાણી પણ સમજે છે ભાવની ભાષા, છે ભાષા એ અનોખી રે
નેત્રહીન તો મળશે જગમાં, ભાવહીન ના કોઈ મળશે રે
કરજે વાત સાચા ભાવથી, ભાષા ભાવની સમજાશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે જગમાં, ભાષા તો નોખનોખી રે
છે તોય આંખ ને ભાવની ભાષા, જગમાં એકસરખી રે
ના સમજાવી શકે જે મુખથી વાણી, ઇશારા આંખના સમજાવી જાશે રે
વ્યક્ત કરી ના શકશે મન જે ભાવો, આંખ એને કહી જાશે રે
ચીસ વ્યક્ત કરી ના શકશે દર્દ જે, ભાવો મુખના એને કહી જાશે રે
વાણીને કહેતાં જે સમય લાગે, ભાવો એને ક્ષણમાં કહી જાશે રે
જગતના શિશુઓની છે એક ભાષા, માતા સમજે એને સરખી રે
પ્રાણી પણ સમજે છે ભાવની ભાષા, છે ભાષા એ અનોખી રે
નેત્રહીન તો મળશે જગમાં, ભાવહીન ના કોઈ મળશે રે
કરજે વાત સાચા ભાવથી, ભાષા ભાવની સમજાશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jagamāṁ, bhāṣā tō nōkhanōkhī rē
chē tōya āṁkha nē bhāvanī bhāṣā, jagamāṁ ēkasarakhī rē
nā samajāvī śakē jē mukhathī vāṇī, iśārā āṁkhanā samajāvī jāśē rē
vyakta karī nā śakaśē mana jē bhāvō, āṁkha ēnē kahī jāśē rē
cīsa vyakta karī nā śakaśē darda jē, bhāvō mukhanā ēnē kahī jāśē rē
vāṇīnē kahētāṁ jē samaya lāgē, bhāvō ēnē kṣaṇamāṁ kahī jāśē rē
jagatanā śiśuōnī chē ēka bhāṣā, mātā samajē ēnē sarakhī rē
prāṇī paṇa samajē chē bhāvanī bhāṣā, chē bhāṣā ē anōkhī rē
nētrahīna tō malaśē jagamāṁ, bhāvahīna nā kōī malaśē rē
karajē vāta sācā bhāvathī, bhāṣā bhāvanī samajāśē rē
|
|