Hymn No. 1891 | Date: 27-Jun-1989
છે આનંદ સાગર રે, તું તો મારી માડી
chē ānaṁda sāgara rē, tuṁ tō mārī māḍī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-06-27
1989-06-27
1989-06-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=13380
છે આનંદ સાગર રે, તું તો મારી માડી
છે આનંદ સાગર રે, તું તો મારી માડી
જોઈ તને હૈયું મારું, આનંદે જો ના છલકાય
હશે પડયા હૈયામાં મારા કોઈ તો અંતરાય
છે દયાસાગર રે, તું તો મારી માડી
આ બાળ તારો જો, દયાથી વંચિત જો રહી જાય
આવી ગયો હશે વચ્ચે રે માડી, કોઈનો અંતરાય
છે કૃપાસાગર રે, તું તો મારી માડી
આ બાળ જો, તારી કૃપાથી વંચિત જો રહી જાય
પુણ્યના ભાથાની, ખોટ ત્યાં તો વરતાય
છે સર્વવ્યાપક રે, તું તો મારી માડી
આ બાળ જો તારા દર્શનથી વંચિત જો રહી જાય
ખુલ્યા નથી હજી ભાગ્ય મારા, દૃષ્ટિમાં વિક્ષેપ આવી જાય
છે શક્તિસાગર રે, તું તો મારી માડી
આ બાળ જો તારી શક્તિથી વંચિત જો રહી જાય
બન્યો નહિ હોય લાયક બાળ તારો, લાયક બનાવ
છે સુખસાગર રે, તું તો મારી માડી
જપતાં જો નામ તારું, મનડું સ્થિર જો ન થાય
છે ખામી મારા મનની, છે મારા કર્મની કઠણાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે આનંદ સાગર રે, તું તો મારી માડી
જોઈ તને હૈયું મારું, આનંદે જો ના છલકાય
હશે પડયા હૈયામાં મારા કોઈ તો અંતરાય
છે દયાસાગર રે, તું તો મારી માડી
આ બાળ તારો જો, દયાથી વંચિત જો રહી જાય
આવી ગયો હશે વચ્ચે રે માડી, કોઈનો અંતરાય
છે કૃપાસાગર રે, તું તો મારી માડી
આ બાળ જો, તારી કૃપાથી વંચિત જો રહી જાય
પુણ્યના ભાથાની, ખોટ ત્યાં તો વરતાય
છે સર્વવ્યાપક રે, તું તો મારી માડી
આ બાળ જો તારા દર્શનથી વંચિત જો રહી જાય
ખુલ્યા નથી હજી ભાગ્ય મારા, દૃષ્ટિમાં વિક્ષેપ આવી જાય
છે શક્તિસાગર રે, તું તો મારી માડી
આ બાળ જો તારી શક્તિથી વંચિત જો રહી જાય
બન્યો નહિ હોય લાયક બાળ તારો, લાયક બનાવ
છે સુખસાગર રે, તું તો મારી માડી
જપતાં જો નામ તારું, મનડું સ્થિર જો ન થાય
છે ખામી મારા મનની, છે મારા કર્મની કઠણાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē ānaṁda sāgara rē, tuṁ tō mārī māḍī
jōī tanē haiyuṁ māruṁ, ānaṁdē jō nā chalakāya
haśē paḍayā haiyāmāṁ mārā kōī tō aṁtarāya
chē dayāsāgara rē, tuṁ tō mārī māḍī
ā bāla tārō jō, dayāthī vaṁcita jō rahī jāya
āvī gayō haśē vaccē rē māḍī, kōīnō aṁtarāya
chē kr̥pāsāgara rē, tuṁ tō mārī māḍī
ā bāla jō, tārī kr̥pāthī vaṁcita jō rahī jāya
puṇyanā bhāthānī, khōṭa tyāṁ tō varatāya
chē sarvavyāpaka rē, tuṁ tō mārī māḍī
ā bāla jō tārā darśanathī vaṁcita jō rahī jāya
khulyā nathī hajī bhāgya mārā, dr̥ṣṭimāṁ vikṣēpa āvī jāya
chē śaktisāgara rē, tuṁ tō mārī māḍī
ā bāla jō tārī śaktithī vaṁcita jō rahī jāya
banyō nahi hōya lāyaka bāla tārō, lāyaka banāva
chē sukhasāgara rē, tuṁ tō mārī māḍī
japatāṁ jō nāma tāruṁ, manaḍuṁ sthira jō na thāya
chē khāmī mārā mananī, chē mārā karmanī kaṭhaṇāī
|