|
View Original |
|
છૂટયા નથી જ્યાં બંધન તો મારા
આશા મુક્તિની તો ફળતી નથી
રહ્યા છે જકડાઈ અંગેઅંગ તો બંધનથી
શ્વાસ મુક્તિના તો મળતા નથી
કીધા યત્નો તો ઊભા રે થાવા
પગ ધરતી પર સ્થિર રહેતા નથી
શીખ્યા જીવનમાં ઘણું રે શું કામનું
અણી વખતે યાદ જ્યાં આવતું નથી
ખુદ તો રહ્યો છું બંધનથી વીંટળાઈ
એવા મુખે ગાન મુક્તિના શોભતા નથી
છૂટયા વિના બંધન તો જગમાં
લંગાર નિષ્ફળતાની અટકતી નથી
ના નિરાશ થાતા યત્નોમાં, રાખવા યત્નો જારી
ઘડી સફળતાની આવ્યા વિના રહેતી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)