1989-08-17
1989-08-17
1989-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13439
કર્મ બધું જો કરતું જાયે, માડી આશિષ તારા કોને કહેવાયે

જાણે અજાણ્યે કર્મો રે કીધાં, આવ્યું ફળ એનું અમારી પાસે
પડી સમજ થોડી હૈયે, પ્રાર્થના એની હૈયે તો જાગી જાય
પ્રાર્થનાને શુભ કર્મ ગણું, આપે શુભ ફળ એ તો સદાય
મન, બુદ્ધિ, ચિત્ત જોડતાં પ્રાર્થનામાં, સફળ ત્યારે એ થાય
એના વિના રહે એ અધૂરી, ત્યારે વિચલિત એ થઈ જાય
એમાં સ્થિર રહે જ્યાં ફળ અનેરું, આંખે અણધાર્યું કામ કરી જાય
ઇતિહાસ પૂરે સાક્ષી એની, ઇતિહાસ એ તો સરજી જાય
શું રાજા કે શું રંક, કંઈ ને કંઈ, પ્રાર્થના પ્રભુને કરતા જાય
સર્વે કર્મો કરતાં, સ્થિરતા પ્રાર્થનામાં, કર્મ મોટું ગણાય
ધર્મગ્રંથો ભર્યા એનાથી, છે પ્રાર્થના અનુપમ સદાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karma badhuṁ jō karatuṁ jāyē, māḍī āśiṣa tārā kōnē kahēvāyē
jāṇē ajāṇyē karmō rē kīdhāṁ, āvyuṁ phala ēnuṁ amārī pāsē
paḍī samaja thōḍī haiyē, prārthanā ēnī haiyē tō jāgī jāya
prārthanānē śubha karma gaṇuṁ, āpē śubha phala ē tō sadāya
mana, buddhi, citta jōḍatāṁ prārthanāmāṁ, saphala tyārē ē thāya
ēnā vinā rahē ē adhūrī, tyārē vicalita ē thaī jāya
ēmāṁ sthira rahē jyāṁ phala anēruṁ, āṁkhē aṇadhāryuṁ kāma karī jāya
itihāsa pūrē sākṣī ēnī, itihāsa ē tō sarajī jāya
śuṁ rājā kē śuṁ raṁka, kaṁī nē kaṁī, prārthanā prabhunē karatā jāya
sarvē karmō karatāṁ, sthiratā prārthanāmāṁ, karma mōṭuṁ gaṇāya
dharmagraṁthō bharyā ēnāthī, chē prārthanā anupama sadāya
|