1995-07-10
1995-07-10
1995-07-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1346
છું હું ક્યાં, જાવું છે મારે ક્યાં, એની મને ખબર નથી, એની મને ખબર નથી

છે મુસાફરી મારી આ, મારી એકલાની, સાથે આવવાની કોઈએ જરૂર નથી
માંગ્યા સાથ મેં તો જ્યારે, દીધા ના એ ત્યારે, હવે સાથે આવવાની જરૂર નથી
પ્રેમ વિહ્વળ બની, કરી કાકલૂદી મેં તો તમને, ઠૂકરાવી જ્યાં સાથ દેવાની, હવે જરૂર નથી
છે મારગ હવે મારો તો જુદો, નથી હવે એ આપણો, સાથ દેવા, દોડી આવવાની જરૂર નથી
રાહ જોઈ જોઈ તમારી, આવ્યા અંધારા આંખે, દેવા સાથ હવે, આવશો નહીં
દેખાયું તેજ હવે મને તો મારું, એ તેજે તો છે મારે ચાલવું, સાથ દેવા હવે આવશો નહીં
તેજે તેજે જ્યાં ચાલીશ, પડશે ભાગ્યે પણ રોકાવું, આડખીલ નાંખવા હવે આવશો નહીં
તોડયો મારો તમે તો જ્યાં નાતો, કરીને યાદ એને, છે શું ફાયદો, સાથ દેવા આવશો નહીં
કરીશ જે જે, કરીશ એ હું, ભોગવીશ ફળ હું એનું, સાથ દેવા હવે આવશો નહીં
નજર સામે છે લક્ષ્ય તો મારું, છે મારે ત્યાં પહોંચવું, રૂકાવટ હવે એમાં નાંખશો નહીં
છે વિનંતી તમને તો મારી, લઈને લક્ષ્યમાં સંબંધ દેજો સ્વીકારી, અલવિદા વિના બીજું કંઈ આપશો નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chuṁ huṁ kyāṁ, jāvuṁ chē mārē kyāṁ, ēnī manē khabara nathī, ēnī manē khabara nathī
chē musāpharī mārī ā, mārī ēkalānī, sāthē āvavānī kōīē jarūra nathī
māṁgyā sātha mēṁ tō jyārē, dīdhā nā ē tyārē, havē sāthē āvavānī jarūra nathī
prēma vihvala banī, karī kākalūdī mēṁ tō tamanē, ṭhūkarāvī jyāṁ sātha dēvānī, havē jarūra nathī
chē māraga havē mārō tō judō, nathī havē ē āpaṇō, sātha dēvā, dōḍī āvavānī jarūra nathī
rāha jōī jōī tamārī, āvyā aṁdhārā āṁkhē, dēvā sātha havē, āvaśō nahīṁ
dēkhāyuṁ tēja havē manē tō māruṁ, ē tējē tō chē mārē cālavuṁ, sātha dēvā havē āvaśō nahīṁ
tējē tējē jyāṁ cālīśa, paḍaśē bhāgyē paṇa rōkāvuṁ, āḍakhīla nāṁkhavā havē āvaśō nahīṁ
tōḍayō mārō tamē tō jyāṁ nātō, karīnē yāda ēnē, chē śuṁ phāyadō, sātha dēvā āvaśō nahīṁ
karīśa jē jē, karīśa ē huṁ, bhōgavīśa phala huṁ ēnuṁ, sātha dēvā havē āvaśō nahīṁ
najara sāmē chē lakṣya tō māruṁ, chē mārē tyāṁ pahōṁcavuṁ, rūkāvaṭa havē ēmāṁ nāṁkhaśō nahīṁ
chē vinaṁtī tamanē tō mārī, laīnē lakṣyamāṁ saṁbaṁdha dējō svīkārī, alavidā vinā bījuṁ kaṁī āpaśō nahīṁ
|