Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2655 | Date: 15-Jul-1990
છૂટયો શ્વાસ એ તો પકડાતો નથી, વીત્યો સમય હાથ આવતો નથી
Chūṭayō śvāsa ē tō pakaḍātō nathī, vītyō samaya hātha āvatō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2655 | Date: 15-Jul-1990

છૂટયો શ્વાસ એ તો પકડાતો નથી, વીત્યો સમય હાથ આવતો નથી

  Audio

chūṭayō śvāsa ē tō pakaḍātō nathī, vītyō samaya hātha āvatō nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-07-15 1990-07-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13644 છૂટયો શ્વાસ એ તો પકડાતો નથી, વીત્યો સમય હાથ આવતો નથી છૂટયો શ્વાસ એ તો પકડાતો નથી, વીત્યો સમય હાથ આવતો નથી

નીકળ્યો શબ્દ પાછો ફરતો નથી, વહેતું પાણી ઉપર ચડતું નથી

છૂટયું તીર પાછું ફરતું નથી, ખારો સમુદ્ર મીઠો તો થાતો નથી

પૂરનાં પૂર ભાવના ઉમટે જ્યાં હૈયે, કાબૂમાં જલદી એ રહેતા નથી

પૂનમનો ચાંદ ઊગ્યો જ્યાં આકાશે, સાગરમાં ભરતી આવ્યા વિના રહેતી નથી

કર્મો કર્યા જાણે-અજાણ્યે ભલે, ફળ નિર્માણ કર્યા વિના રહેતા નથી

હૈયે ભક્તિનો રંગ જ્યાં સાચો લાગ્યો, સુખદુઃખનો સ્પર્શ એને થાતો નથી

પુકાર ઊઠે હૈયે, ભરે ના ભાવ એમાં સાચા, પ્રાર્થના એ તો બનતી નથી

ધ્યેયમાં જ્યાં લીનતા ન જાગે, ધ્યાન તો એ કાંઈ બનતું નથી

નામ સ્મરણમાં ભાવ કે ચિત્ત ના લાગે, શબ્દ વિના એ કાંઈ રહેતું નથી
https://www.youtube.com/watch?v=CPKiuI1c1fk
View Original Increase Font Decrease Font

છૂટયો શ્વાસ એ તો પકડાતો નથી, વીત્યો સમય હાથ આવતો નથી

નીકળ્યો શબ્દ પાછો ફરતો નથી, વહેતું પાણી ઉપર ચડતું નથી

છૂટયું તીર પાછું ફરતું નથી, ખારો સમુદ્ર મીઠો તો થાતો નથી

પૂરનાં પૂર ભાવના ઉમટે જ્યાં હૈયે, કાબૂમાં જલદી એ રહેતા નથી

પૂનમનો ચાંદ ઊગ્યો જ્યાં આકાશે, સાગરમાં ભરતી આવ્યા વિના રહેતી નથી

કર્મો કર્યા જાણે-અજાણ્યે ભલે, ફળ નિર્માણ કર્યા વિના રહેતા નથી

હૈયે ભક્તિનો રંગ જ્યાં સાચો લાગ્યો, સુખદુઃખનો સ્પર્શ એને થાતો નથી

પુકાર ઊઠે હૈયે, ભરે ના ભાવ એમાં સાચા, પ્રાર્થના એ તો બનતી નથી

ધ્યેયમાં જ્યાં લીનતા ન જાગે, ધ્યાન તો એ કાંઈ બનતું નથી

નામ સ્મરણમાં ભાવ કે ચિત્ત ના લાગે, શબ્દ વિના એ કાંઈ રહેતું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chūṭayō śvāsa ē tō pakaḍātō nathī, vītyō samaya hātha āvatō nathī

nīkalyō śabda pāchō pharatō nathī, vahētuṁ pāṇī upara caḍatuṁ nathī

chūṭayuṁ tīra pāchuṁ pharatuṁ nathī, khārō samudra mīṭhō tō thātō nathī

pūranāṁ pūra bhāvanā umaṭē jyāṁ haiyē, kābūmāṁ jaladī ē rahētā nathī

pūnamanō cāṁda ūgyō jyāṁ ākāśē, sāgaramāṁ bharatī āvyā vinā rahētī nathī

karmō karyā jāṇē-ajāṇyē bhalē, phala nirmāṇa karyā vinā rahētā nathī

haiyē bhaktinō raṁga jyāṁ sācō lāgyō, sukhaduḥkhanō sparśa ēnē thātō nathī

pukāra ūṭhē haiyē, bharē nā bhāva ēmāṁ sācā, prārthanā ē tō banatī nathī

dhyēyamāṁ jyāṁ līnatā na jāgē, dhyāna tō ē kāṁī banatuṁ nathī

nāma smaraṇamāṁ bhāva kē citta nā lāgē, śabda vinā ē kāṁī rahētuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 2655 by Satguru Devendra Ghia - Kaka

First...265326542655...Last