1990-10-20
1990-10-20
1990-10-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13823
રહ્યો છે મૂંઝાતો બાળ તારો આ, તો જગમાં રે

લઈ ના શક્યો નિર્ણય તો જીવનમાં, શું સાચું કે શું ખોટું
જાગ્યો વેરાગ્ય હૈયે જ્યાં થોડો, લાગી માયા ત્યારે તો ખોટી
વ્યવહાર હૈયે તો જ્યાં વળગ્યો, માયા હૈયેથી તો ના છૂટી
સત્યે જીવનમાં કર્યું આકર્ષણ, સામનાની હિંમત તો ખૂટી
લોભ-લાલચ તો ના રોકી શક્યો, જીવનમાં શાંતિ ગયા એ લૂંટી
ભક્તિની તમન્ના રહી તો હૈયે, માયા ના તોય વીસરી શક્યો
મનડાંની મોજ માણવામાં, મનડાંને સ્થિર ના રાખી શક્યો
નિર્ણયનું ત્રાજવું ના સ્થિર રહ્યું, કદી ઉપર, નીચે જાતું રહ્યું
કરવું શું, શું ના કરવું, મનડું એમાં તો રહ્યું અટવાતું
આકર્ષણો રહ્યા બદલાતાં, નિર્ણય રહ્યા એમાં તો બદલાતા
મન સદા રહ્યું એમાં ખેંચાતું, સમજાયું ના, શું સાચું, શું ખોટું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chē mūṁjhātō bāla tārō ā, tō jagamāṁ rē
laī nā śakyō nirṇaya tō jīvanamāṁ, śuṁ sācuṁ kē śuṁ khōṭuṁ
jāgyō vērāgya haiyē jyāṁ thōḍō, lāgī māyā tyārē tō khōṭī
vyavahāra haiyē tō jyāṁ valagyō, māyā haiyēthī tō nā chūṭī
satyē jīvanamāṁ karyuṁ ākarṣaṇa, sāmanānī hiṁmata tō khūṭī
lōbha-lālaca tō nā rōkī śakyō, jīvanamāṁ śāṁti gayā ē lūṁṭī
bhaktinī tamannā rahī tō haiyē, māyā nā tōya vīsarī śakyō
manaḍāṁnī mōja māṇavāmāṁ, manaḍāṁnē sthira nā rākhī śakyō
nirṇayanuṁ trājavuṁ nā sthira rahyuṁ, kadī upara, nīcē jātuṁ rahyuṁ
karavuṁ śuṁ, śuṁ nā karavuṁ, manaḍuṁ ēmāṁ tō rahyuṁ aṭavātuṁ
ākarṣaṇō rahyā badalātāṁ, nirṇaya rahyā ēmāṁ tō badalātā
mana sadā rahyuṁ ēmāṁ khēṁcātuṁ, samajāyuṁ nā, śuṁ sācuṁ, śuṁ khōṭuṁ
|