Hymn No. 2864 | Date: 06-Nov-1990
છે હૈયાના કોઈ ખૂણે ભર્યું સહુના તો જગમાં, એના જેવો, જગમાં બીજો કોઈ નથી
chē haiyānā kōī khūṇē bharyuṁ sahunā tō jagamāṁ, ēnā jēvō, jagamāṁ bījō kōī nathī
વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)
1990-11-06
1990-11-06
1990-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13853
છે હૈયાના કોઈ ખૂણે ભર્યું સહુના તો જગમાં, એના જેવો, જગમાં બીજો કોઈ નથી
છે હૈયાના કોઈ ખૂણે ભર્યું સહુના તો જગમાં, એના જેવો, જગમાં બીજો કોઈ નથી
શું સુખ કે શું દુઃખની કરે સહુ સરખામણી, માને સહુ એના જેવો જગમાં બીજો કોઈ નથી
જુએ ના ને માને ના અરીસાને, સહુ માને રે મનમાં, એના જેવો રૂપવાન બીજો કોઈ નથી
હોય ભલે હૈયું તો કપટથી ભરેલું, માને સહુ મનમાં, એના જેવું સરળ બીજું કોઈ નથી
હોય ભલે અશક્તિનો અવતાર, સમજે તોય મનમાં, એના જેવું શક્તિશાળી બીજું કોઈ નથી
દાવપેચમાં રહે સદા તો માર ખાતા, તોય સમજે, એના જેવું હોશિયાર બીજું કોઈ નથી
નાસમજના હોયે તો કિસ્સા ઝાઝા, માને તોય, એના જેવું સમજદાર બીજું કોઈ નથી
રહે સદા તો મૂંઝાતા, કાઢી ના શકે માર્ગ પોતાના, સમજે તેને, એના જેવું બુદ્ધિમાન બીજું કોઈ નથી
સર્વ યોગ્યતા જુએ તો ખુદમાં, માને ને મનાવે, એના જેવું યોગ્ય બીજું કોઈ નથી
છે બધા આ તો અહંના પ્રકાર, ના છૂટયા હોયે, તોય માને, એના જેવું મુક્ત બીજું કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē haiyānā kōī khūṇē bharyuṁ sahunā tō jagamāṁ, ēnā jēvō, jagamāṁ bījō kōī nathī
śuṁ sukha kē śuṁ duḥkhanī karē sahu sarakhāmaṇī, mānē sahu ēnā jēvō jagamāṁ bījō kōī nathī
juē nā nē mānē nā arīsānē, sahu mānē rē manamāṁ, ēnā jēvō rūpavāna bījō kōī nathī
hōya bhalē haiyuṁ tō kapaṭathī bharēluṁ, mānē sahu manamāṁ, ēnā jēvuṁ sarala bījuṁ kōī nathī
hōya bhalē aśaktinō avatāra, samajē tōya manamāṁ, ēnā jēvuṁ śaktiśālī bījuṁ kōī nathī
dāvapēcamāṁ rahē sadā tō māra khātā, tōya samajē, ēnā jēvuṁ hōśiyāra bījuṁ kōī nathī
nāsamajanā hōyē tō kissā jhājhā, mānē tōya, ēnā jēvuṁ samajadāra bījuṁ kōī nathī
rahē sadā tō mūṁjhātā, kāḍhī nā śakē mārga pōtānā, samajē tēnē, ēnā jēvuṁ buddhimāna bījuṁ kōī nathī
sarva yōgyatā juē tō khudamāṁ, mānē nē manāvē, ēnā jēvuṁ yōgya bījuṁ kōī nathī
chē badhā ā tō ahaṁnā prakāra, nā chūṭayā hōyē, tōya mānē, ēnā jēvuṁ mukta bījuṁ kōī nathī
|