|
View Original |
|
દિનરાતના સમય તને તો જ્યાં મળ્યાં, કદર એની ના કરી
ત્યાં ને ત્યાં તો રહી ગયો, મહેનત બધી બહાનાં કાઢવામાં કરી
સમયનો ઉપયોગ ચૂકીશ જ્યાં, વીત્યો સમય મળશે ના ફરી
રહીશ આળસમાં જ્યાં ડૂબ્યો, સમય તો જાશે હાથમાંથી સરકી
વીત્યો કેટલો, વિતાવીશ કેટલો, નથી કોઈ એની તો ગણતરી
સરકતો ને વીતતો જશે, માડી લેજે ગણતરી એમાં તો તારી
ચૂક્યો જ્યાં તું એમાં, રહેશે પળો હાથમાં તો ખાલી પસ્તાવાની
સાધ્યો સમય જગમાં તો જેણે, નથી એણે સમયની બૂમ તો પાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)