|
View Original |
|
રાખી આંખ તારી તો ખુલ્લી ને ખુલ્લી રે માડી
રાહ જોઈ રહી છે જગમાં તું તો કોની રે માડી
સમાવી તારી નજરમાં જગમાં તો સહુને રે માડી - રાહ...
છે ચાલ તારી તો જગમાં, સહુને રહી છે મૂંઝવતી રે માડી - રાહ...
ચાહે ત્યારે બોલાવી શકે, સહુને તારી પાસે તું તો માડી - રાહ...
પાડે ના પલક તારી, રહી છે જોઈ રાહ અનિમિષ નયને રે માડી - રાહ...
ના કાંઈ તું તો ચાહી રહી છે, રાહ તું જોતી ને જોતી રે માડી - રાહ...
રહ્યું છે ને રહેશે જગ તો ચાલતું, તારી પ્રેરણાથી રે માડી - રાહ...
ધારે ત્યારે ને ચાહે ત્યારે રે તું, સર્વ કાંઈ કરી શકે રે માડી - રાહ...
છે કોણ એવા રે બડભાગી જગમાં, રહી છે રાહ તું જોતી એની રે માડી - રાહ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)